કોરોનાવાયરસની બીજી લહેરથી દેશના હાલાત બગડતા જઈ રહ્યા છે જેને લઈ બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આલોચના કરી છે. અનુપમ ખેરે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને ભાજપના નેતૃત્વવાળા શાસનના એક મજબૂત સમર્થક રહ્યા છે પરંતુ કોરોના સ્થિતિ પર તેમણે મોદી સરકારને સલાહ આપી છે. અનુપમ ખેરે કહ્યું કે કેન્દ્રની સરકાર કોવિડ સંકટ સંભાળવામાં ક્યાંકને ક્યાંક લથડિયાં ખાઈ ગઈ છે અને તેને જવાબદાર ઠેરવવા મહત્વપૂર્ણ છે. અનુપમ ખેરે કહ્યું કે, કોરોનાની આ સ્થિતિને સંભાળવામાં તેમનાથી ક્યાંક ચૂક થઈ રહી છે. તેમના માટે અત્યારે સમજવાનો સમય છે કે આ સમયે ઈમેજ બિલ્ડિંગથી વધુ લોકોના જીવ બચાવવા જરૂરી છે.
અનુપમ ખેર હાલમાં જ પોતાના એક ટ્વીટને લઈ ટ્રોલ થયા હતા, જેમાં તેમણે લખ્યું, ‘કંઈપણ થઈ જાય, આવશે તો મોદી જ.’ અનુપમ ખેરે કોરોના પર મોદી સરકારની આલોચના કરનારા લોકોને રિપ્લાઈ આપતાં આ ટ્વિટ કર્યું હતું. જેને લઈ અનુપમ ખેરની પણ સોશિયલ મીડિયા પર ખુબ ટિકા થઈ હતી. 66 વર્ષીય ફિલ્મ એન્ડ ટેલીવિજન ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અભિનેતા અનુપમ ખેરના પત્ની કિરન ખેર ભાજપના સાંસદ છે. હવે બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે બુધવારે કહ્યું કે કોરોનાની બીજી લહેર માટે દેશમાં જે પણ થઇ રહ્યુ છે તેના માટે સરકાર જવાબદાર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની નજીક ગણવામાં આવતા એક્ટર અનુપમ ખેરે કહ્યું કે સરકારને તે સમજવુ જરૂરી છે કે ઇમેજ બનાવવા કરતા વધારે જરૂરી જીવન બચાવવુ છે. એનડીટીવીને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, સરકારથી સ્વાસ્થ્ય સંકટના પ્રબંધનમાં ચૂક તો થઇ છે પરંતુ બીજા રાજનૈતિક દળોએ આ ખામીઓનો ફાયદો ન ઉઠાવવો જોઇએ, તે ખોટી વાત છે.
આ પણ વાંચો – ન્યુજર્સીમાં સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, FBI દ્વારા તપાસ શરુ થઇ. લેબર કાયદો તોડવાનો આરોપ
અનુપમ ખેરે કહી દીધુ છે સરકારે અત્યારે આવી પડેલી આપદાનો સામનો કરવો પડશે. તે લોકો માટે તેમણે સામનો કરવો પડશે જેમણે વોટ આપીને તેમને તે ખુરશી પર બેસાડ્યા છે. અનુપમ ખેરે ગંગા અને અન્ય નદીઓમાં મળી આવેલી લાશો વિશે કહ્યું કે, કેટલાક મામલામાં ટીકા કરવી લીગલ છે, કોઇ અમાનવીય વ્યક્તિ જ નદીઓમાં વહેતી લાશોથી પ્રભાવિત નહી થાય. તેમણે વધુમાં કહ્યું કે, બીજી પાર્ટીઓએ આ વસ્તુનો પોતાની પાર્ટીને લાભ થાય તેના માટે ઉપયોગ કરવો, મારા વિચારથી ઠીક નથી. મારા હિસાબે લોકોના આ કામ પર આપણને ગુસ્સો આવવો જોઇએ અને જે થઇ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ગણવી જોઇએ કારણકે તેમનાથી ક્યાંક ને ક્યાંક ચૂક તો થઇ જ છે. તેમણે સમજવાની જરૂર છે કે આ સમય પોતાની ઇમેજ બનાવવાનો નહી પરંતુ જરૂરી કામ કરવાનો છે.
એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં અનુપમ ખેરે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. લોકોને રાહત આપવાની જગ્યાએ ખુદની છબી બનાવવાની સરકારની કોશિશ પર સવાલ પૂછવામાં આવતાં અનુપમ ખેરે કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે આ સમયે પડકારોનો સામનો કરવો ખુબ જરૂરી છે. તેમને સત્તા આપી તેવા લોકો માટે કંઈક કરો. નદીઓમાં તરતા મૃતદેહો પર અનુપમ ખેરે કહ્યું કે, મને લાગે છે કે ઘણા મામલામાં ટિકા યોગ્ય છે. કોઈ અમાનવીય વ્યક્તિ જ હશે જે નદીઓમાં વહેતી લાશો જોઈ દુખી અને પ્રભાવિત નહિ થાય. મને લાગે છે કે સરકાર માટે આ મહત્વપૂર્ણ છે કે તે હંમેશા ઉઠે અને એ કામ કરે જેના માટે દેશની જનતાએ તેમને ચૂંટ્યા છે. પરંતુ અન્ય એક રાજનૈતિક દળ દ્વારા પણ પોતાના લાભ માટે તેનો ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. મારા હિસાબે સામાન્ય જનતા તરીકે આપણને ગુસ્સો આવવો જોઈએ. જે કંઈપણ થઈ રહ્યું છે, તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી છે. પરંતુ આ દરમ્યાન બીજા વિપક્ષી દળો દ્વારા ફાયદો ઉઠાવવો યોગ્ય નથી.