અંજના ગોસ્વામી ‘અંજુમ’ પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ “યાદ કર” બહાર પાડી રહ્યા છે.

નેલ્સન પરમાર : સ્નેહી મિત્ર એવા Anjana Goswami ( અંજના ગોસ્વામી ‘અંજુમ’ ) કવિયત્રી પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ ” યાદ કર ” બહાર પાડી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ. 💐🤗

જો મને કંઈ યાદ કરવાનું મન થાય ને તો એ વૈશાલી જ છે; એ સમયે આપણે ૧૧માં ધોરણમાં ભણીએ અને આખીય સ્કુલમાંથી લીડરશીપ સેમીનાર માટે આપણી પંસદગી થઈ એ પણ મધ્યપ્રદેશમાં જવાનું હતું. જીંદગીમાં પહેલીવાર ઘરથી આટલું દુર. આખા ભારતમાંથી ત્યાં છોકરાં/છોકરીઓ આવ્યા હતાં. છેલ્લા ત્રણ દિવસ બાકી હતાં અને એક સેશન ચાલતું હતું. ચાલું સેશનમાં વચ્ચે વક્તાએ ગુજરાતનાં વખાણ કર્યા ને આપણાંથી રહેવાયું નહિ ને આપણે તાળીઓ પાડી દીધી. ૧૦૦ કરતાંય વધારે છોકરા/છોકરી બેઠાં હોય ને એમાં આપણે એકલા જ તાળી પાડીએ એટલે બધાની નજર આપણી પણ જાય એવું મારેય થયું. થોડો નર્વસ થયો હતો પણ પછી બધું ઠીક થઈ ગયું પણ આ ઘટનામાં બન્યું એવું કે મારી બે સીટ આગળ બેઠેલી એક છોકરી બધાની સાથે જ મારી સામે જોયું હતું પણ અચાનક મારી નજર એના પર જ ટકી રહી બે ઘડી, બસ એ પહેલી જ નજરમાં જીંદગીનો પહેલો પ્રેમ. અને ન ભુલાય એવી યાદો. ( આ સ્ટોરી આખી વાંચવાં લીંક કોમેન્ટમાં આપી દઉં છું. )

સ્નેહી મિત્ર, ભાવનગરના જાણીતા કવિયત્રી, અંજના ગોસ્વામી ‘અંજુમ’ જેમની કવિતા/ગઝલ/રચનાઓ મનહર ઉધાસ જેવા મોટાં ગજાના કલાકારોના આલ્બમમાં સામેલ થયેલ છે. એ હવે પોતાના ગઝલ સંગ્રહ ‘યાદ કર’ સાથે આવે છે ત્યારે ખુબ આનંદ અને હર્ષની લાગણી અનુભવાય છે. એમનું કહેવું છે કે, યાદોનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ રહ્યું છે. યાદો વગર કોઈ વ્યક્તિ જીવી પણ ન શકે, એટલે જ આ ‘યાદ કર’ પુસ્તક થકી આપણાં જીવનમાં રહેલી એવી જુની-નવી યાદોને, એ બની ગયેલી ઘટનાઓને, આ પુસ્તક થકી વાગોળવાની; યાદ કરવાનો એક મોકો આપે છે. આવો મસ્ત મજાનો ગઝલ સંગ્રહ લઈને આવે છે ત્યારે આપણે સહું એમનાં આ પુસ્તકરૂપી નવા સોપાનને વધાવી લઈએ.

આમ તો અંજના ગોસ્વામી ‘અંજુમ’ બહુ મોટા સેલીબ્રીટી છે ભલે એ નથી માનતાં બાકી છે. કવિતા/ગઝલ/ગીતની રચના કરવાની હોય કે પછી ગીત ગાવાનું હોય, અથવા તો વક્તવ્ય આપવાનું હોય એમને વાંચવાનું, સાંભળવાનું ગમે, જેટલી જ ધારદાર કલમ એટલો જ મીઠો અવાજ, અને એથીય મધુરું એમનું વ્યક્તિત્વ. હા, પાછું વ્યવસાયે તો વકીલ, અને ફેશન ડીઝાઈનર પણ ખરા. મિત્રો, પરીવાર, પ્રોગ્રામ, વ્યવસાયમાં એકદમ વ્યસ્ત અને મસ્ત રહે, અને છતાંય કામ પડે ત્યારે ખરા સમયે મદદ કરવાં હાજર જ હોય, ગમે તેટલા બીઝી હોય છતાંય અનુકૂળતાએ એમનાં જવાબ ન મળે એવું ન બને. આપનાં સલાહ, સુચન માર્ગદર્શન બદલ આપનો આભાર…!

આપના ‘યાદ કર’ પુસ્તક માટે અઢળક શુભેચ્છાઓ સાથે બહું બધા અભિનંદન. અમને તો ભરોસો છે જ આપનું આ પુસ્તક લોકોને ગમશે જ અને ખુબ ખુબ પ્રસિદ્ધ પામશે! ❤️🤗

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *