અમદાવાદના રસ્તા પર ફરી દોડતી થશે AMTS-BRTS બસો, ૫૦% પેસેન્જર સાથે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખરે એએમટીએસ અને બીઆરટીએસની સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.સોમવારથી 50 ટકા પેસેન્જરની બેઠક વ્યવસ્થા સાથે બસો શરૂ કરવામાં આવશે.કોરોનાના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના કેસો ઘટતા હવે સેવાને ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. વર્કશોપ વિભાગ દ્વારા દરેક બસોમાં સોશિયલ ડિસ્ટન્સ માટેના સ્ટીકર લગાવવાના રહેશે.તેમજ બસોને કાયમી સેનેટાઈઝર કરવાની રહેશે.

સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા. 18 માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું. અમદાવાદની AMTS-BRTS બસ સેવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 7 જૂન સોમવારથી અમદાવાદ સિટી બસ સેવા પુનઃ શરૂ થશે. સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે. કોરોનાના કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે. સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા.

ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા સોમવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. જો કે, આ બસ સેવા સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો – નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના વડાની નિમણૂંક શામાટે ચોંકાવનારી છે?

 • –  બસોનો સમય સવારે 6 થી 8 વાગ્યાનો રહેશે
  – દરેક ડેપો, બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ચેકીંગ કરવામાં આવશે
  – જે રૂટની બસો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકા પેસેન્જર બેસાડવામાં આવશે. તેમજ નક્કી કરેલા સ્ટેજની જ ટિકિટ આપવામાં આવશે.
  – દરેક પેસેન્જરએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
  – કોઈ કર્મચારી માસ્ક પહેર્યા વિના કે જાહેરમાં થૂંકતો જણાશે તો 200 રૂપિયા દંડ વસુલવવામાં આવશે.
  – દરેક કર્મચારીને ફરજ પર લેતા પહેલા શરદી ખાંસીનું ચેકીંગ કરવાનું રહેશે. તેમજ થર્મલ ગનથી તાપમાન માપવાનું રહેશે.

Leave a Reply

%d bloggers like this: