અમરેલી SP નિર્લિપ્ત રાયનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવનાર આરોપી ઝડપાયો, ગુનો દાખલ

અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાયના નામથી ખોટું ફેસબુક પ્રોફાઈલ બનાવનાર ઈસમ વિજય ધીરુભાઈ સીસણાદા રહે.શિવડ તા.ધારીનાઓ વિરૂધ્ધ IPCની કલમ- ૪૬૯,૪૭૧,૪૧૯,૫૦૧ તથા IT Actની કલમ- ૬૬ (સી) મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અનેક પોલીસ કર્મીઓના ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ જોવા મળ્યા હતા જેની પર કાર્યવાહી કરવામાં આવી હતી.

 

અમરેલીના પોલીસ વડા નિર્લિપ્ત રાયનું ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યુ છે. SP નિર્લિપ્ત રાયે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી હતી. નિર્લિપ્ત રાયે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ના નામે કોઇ પણ કોમેન્ટ અને પોસ્ટ ધ્યાને ના લેવા અપીલ કરી છે. જોકે, ગણતરીની મિનિટોમાં જ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. અને આ માહીતી ટ્વિટર પર ટ્વિટ કરી આપું હતી

Leave a Reply

%d bloggers like this: