અમિત શાહ કહી રહ્યાં છે કે, હજું લોકડાઉન કરવા જેવી સ્થિતિ આવી નથી.

કોરોના ને કારણે દેશમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે, દેશમાં લોકડાઉન લગાવવામાં ઉતાવળ કરવામાં નહીં આવે અને અત્યારે એવી સ્થિતિ પણ નથી. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમને લોકડાઉન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, અમે આ સંદર્ભમાં ચર્ચા વિચારણઆ કરી રહ્યા છે.ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનનો ઉદ્દેશ અલગ હતો.તે વખતે દેશમાં કોરોના સામે લડવા માટેની સુવિધાઓ ઉભી કરવા માટે સમયની જરુર હતી.ગયા વર્ષે આપણે તૈયાર નહોતા. તેમણે વધૂમાં કહ્યુ હતુ કે, તે વખતે આપણી પાસે કોઈ દવા કે રસી પણ નહોતી.હવે સ્થિતિ અલગ છે.ડોક્ટરો કોરોનાને સમજી ચુક્યા છે.આમ છતા અમે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે.આ મુદ્દે જે પણ સંમતિ સધાશે તેને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધશે.હાલમાં તો જે પ્રકારે સ્થિતિ છે તે જોતા લોકડાઉન લાગુ કરવુ પડે તેમ લાગતુ નથી. કોરોનાની પહેલી લહેર દરમિયાન ઘણી પહેલ કરવામાં આવી હતી અને હવે ઈમરજન્સી જેવી સ્થિતિ છે ત્યારે સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવા પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યુ હતુ કે, આ વાત સાચી નથી. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકો ચાલી રહી છે.રસીકરણ મોરચા પર વૈજ્ઞાનિકો સાથે પણ વાત થઈ છે અને કોરોના સામેનો જંગ જીતવા માટે સરકાર દરેક પ્રયત્ન કરી રહી છે.

કદાચ બની શકે, ગૃહમંત્રી અમિત શાહને તે ખ્યાલ ન હોય, બંગાળની ચુંટણીમાં બીઝી છે એટલે. હાલનાં સમયમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસો સામે આવી રહ્યાં છે. પ્રતિદિવસ અઢી લાખથી વધારે કેસો સામે આવી રહ્યાં હોવા છતાં પણ તેમને સ્થિતિ સામાન્ય લાગી રહી છે. કારણ કે ચુંટણી છે? જો કોઈ નિર્ણય લે તો ચુંટણી અટકી જાય, અને નેતાઓનૂ અંતિમ લક્ષ્ય તો સતા જ હોય છે એ પછી લોકોના મોત પર થઈને પણ કેમ ન હોય. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોની સ્થિતિ કફોડી બની ગઈ છે. પ્રતિદિવસ એક હજારથી વધારે લોકો કોરોનાના કારણે મરી રહ્યાં છે, ત્યારે દેશના ગૃહમંત્રી પોતાના અલગ-અલગ તર્ક આપી રહ્યાં છે. કોરોનાના કારણે જ્યારે દેશની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે દેશની બે જવાબદારી વ્યક્તિઓ એક વડાપ્રધાન અને એક ગૃહમંત્રી બંગાળની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યાં છે, તે જ સૌથી મોટી દુ:ખદાયક વાત છે. અને એટલે જ અટકતાં નથી પણ લાખો લોકોની જન મેદાની, શોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈન્સનુ ઉલ્લંઘન કરીને આ થઈ રહ્યું છે‌ લોકો મુક પ્રેક્ષક બની આ બધું નિહાળી રહ્યા છે. આવી ઈમરજન્સી સ્થિતિમાં ચૂંટણી પણ સ્થગિત કરી શકાય પણ દેશવાસીઓના જીવથી અન્ય બીજું કંઈ મહત્વપૂર્ણ હોઇ જ શકે નહીં. પરંતુ વર્તમાન સરકાર માટે સત્તા જ સર્વત્ર છે. અમિત શાહ કહી રહ્યાં છે કે, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યાં છીએ, પરંતુ તેઓ તે ભૂલી ગયા કે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા જ્યારે વડાપ્રધાનને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના સાથે વાત કરવા માટે પીએમ મોદી પાસે સમય નહતો. તે વખતે તેઓ બંગાળમાં રેલી કરી રહ્યાં હતા.

અમિત શાહ જ્યારે કહી રહ્યાં છે કે, હજું લોકડાઉન કરવા જેવી સ્થિતિ આવી નથી પરંતુ વર્તમાનમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે. જો કે, અહીં તે નોંધવું જરૂરી છે કે, બંગાળની ચૂંટણી પૂર્ણ થાય ત્યાર સુધીમાં દેશમાં લોકડાઉન લગાવવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ જશે. નિષ્ણાતોના મતે એપ્રિલના અંત સુધીમાં પ્રતિદિવસ 5 લાખથી વધારે કેસ આવશે અને 3થી 4 હજાર લોકોના મોત થશે.

શોશીયલ ડીસ્ટન્સ તમે જાતે જ રાખજો, બાકી આ નેતાઓ તો તમને મારી નાખશે.

ગુજરાતમાં ચુંટણીઓ થઈ, કોઈ શોશીયલ ડિસ્ટન્સ વગર ભીડ ભેગી કરી, લાખો લોકો ભેગા થયા. છતાં સરકાર કહે ‌છે કે ચુંટણીના કારણે કોરોના નથી ફેલાયો. તો શું એનો મતલબ એ હોય શકે કે, કોરોના ભીડ અને શોશીયલ ડિસ્ટન્સ રાખવાથી નથી ફેલાતો? અને બીજી બાજું સરકાર માસ્ક અને શોશીયલ ડિસ્ટન્સની સલાહો ઠોકે છે. અને એમનાં જ નેતાઓ નિયમો નેવે મુકે છે. હાલની જ વાત કરીએ તો બંગાળમાં, અદભૂત નજારો જોવા મળે છે. ના કોઈ કોરોના કે ના કોઈ બીક. સાલુ મનફાવે એમ ભીડ ભેગી કરવી અને રેલીઓ કરવી એ રોજનું નિત્યક્રમ બની ગ્યો છે. દેશના ૯૦% ભાગમાં લોકો ભયભીત છે. કોરોના છે, શોશીયલ ડિસ્ટન્સ, માસ્ક અને નિયમોનું પાલન કરે છે. અને બીજી બાજુ બંગાળ કોરોના મુક્ત હોય એમ બેશર્મી સાથે દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રેલીઓ, સભાઓ અને લાખોની ભીડ ભેગી કરે છે. એમના ઓફીસીયલ શોશીયલ મીડીયા પર જોશો તો ભીડના ફોટો જોવા મળશે, અને ભાષણમાં પણ બેશર્મી સિવાય કંઈ નથી. સાલુ લોકોના જીવ કરતાં પણ મહત્ત્વની ફક્ત ને ફકત ચુંટણી જ હોય એમ લાગે છે. ગુજરાતમાં પણ ચુંટણી પુરી થઈ ને તરત જ કોરોના ફેલાયો એમ બંગાળમાં પણ બનશે એની ના નથી. પ્બલિક એ વાત સમજવું પડશે કે આ નેતાઓને સતા વગર કંઈ દેખાતું જ નથી. એમને હતા જ જોઈએ છે તમે મરો યા જીવો એની કોઈ દરકાર નથી. એટલે જ આ નેતાઓને ભરોસે હોવ તો જરાય ન રહેશો. એ કશું જ નહીં કરે. ખાલી તમને ખત્મ કરી દેશે. તમારે જીવવુ હોય અને પરીવારને સલામત રાખવો હોય તો પોતાની બુદ્ધિ વાપરીને રહેજો. આવી રેલીઓ, સભાઓ, મીટીંગો ટાળજો. સોશીયલ ડિસ્ટન્સ ખુદ રાખજો અને સાચવજો. તમારા જીવની ચિંતા તમારે જ કરવાની છે તમે જ ખુદ સાવચેતી રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *