કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, કોરોનામાં મૃતકનાં પરીવારને ૪ લાખની સહાય આપો

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી ખુબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. કોરોના મહામારીને 13 મહિનાનો સમય વ્યતીત થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ભય, અંધાધૂધી અને આરજકતાનો માહોલ છે. લોકો ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર અને ઈન્જેક્શન માટે દરદર ભટકી રહ્યાં છે. આ સમગ્ર અંધાધૂધી અને આરજકતા માટે કોરોના મહામારીની સાથે રાજ્ય સરકારનો અણઘડ વહિવટ અને સંકલનનો અભાવ જવાબદાર છે. આ સ્થિતિ જોઈને એવુ સ્પષ્ટ કહેવું પડે કે અત્યારે જે પરિસ્થિતિ ગર્વમેન્ટ મેડ ડીઝાસ્ટર છે અને એનાજ કારણે સરકારી આંકડા મુજબ આજની તારીખે 8200 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત છે. જે લોકોના મૃત્યુ થયા છે એમાંથી મોટા ભાગના લોકો ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરીયાત મંદ પરિવારોમાંથી આવે છે. એવા સંજોગોમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમીક એક્ટ, ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 આ કાયદાઓ હેઠળ નિયંત્રણો અને કાયદાઓ અમલમાં છે. દરેક ડીઝાસ્ટરના એક્ટ છે, પેન્ડેમીકના એક્ટ છે એમાં બે જોગવાઈઓ હોય છે. એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજો કલ્યાણલક્ષી જોગવાઈ અત્યારે સરકાર શિક્ષાત્મક જોગવાઈનો ભરપુર ઉપયોગ કરે છે. માસ્ક ન પહેર્યું હોય તો 1000 દંડ, અનેક એકમોને સીલ કરી દેવામાં આવે, અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબુ છે, એવા સંજોગોમાં અમારી સ્પષ્ટ માંગણી છે કે, દેશના ડીઝાસ્ટર એક્ટની કલમ નંબર-12, પેટા કલમ-3 હેઠળ જે રીતે કુદરતી આપત્તીઓ, અકસ્માતના સંજોગો, મહામારીના સંજોગો અને એવા સંજોગોમાં કોઈનો પણ મૃત્યુ થાય તો એને વિકાસલક્ષી જોગવાઈ અનુસાર સહાય કરવાની જોગવાઈ છે.

ભૂતકાળમાં સરકારે અનેક વખત આવા કુદરતી આપદાના સમયમાં, અકસ્માતોના સમયમાં, ગંભીર મહામારી કે અન્ય સંજોગોમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારને સહાય કર્યાના અનેક દાખલાઓ છે ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે, આ કોરોના મહામારીમાં છેલ્લા 13 મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે. તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનસીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય સરકાર તાત્કાલીક જાહેર કરે, આંકડાઓની રમતમાં સરકાર મૃતકોના આંકડા છુપાવવાના અનેક દાખલાઓ છે. નામદાર હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ મૃતકના પરિવારોને આ સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ જે પણ મૃતક પરિવારો છે એમની માહિતી મેળવશે એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિવારજનોને સહાય ઝડપથી સરળતાથી મળી શકે અને આ માહિતી મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુગલ ફોર્મના સ્વરૂપમાં લોકોને ઘેરઘેર સુધી આ ફોર્મ મોકલશે. જે તે મૃતકના પરિવારે એની સંપૂર્ણ વિગત ભરીને અમને આપશે એ તમામ લોકો વતી અમે સરકારમાં રજૂઆત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *