ન્યુજર્સીમાં સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, FBI દ્વારા તપાસ શરુ થઇ. લેબર કાયદો તોડવાનો આરોપ

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા BAPS સ્વમિનારાયણ મંદિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા આ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. ન્યુજર્સીમાં આવેલા આ મંદિર પર બાંધકામ વખતે 200 જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી કરીને લવાયા હોવાનો આક્ષેપ છે. એ માટેનો કેસ પણ ન્યૂજર્સીની ફેડરલ ડિસ્ટ્રીક કોર્ટમાં ફાઈલ કરાયો છે. અમેરિકી સમાચાર ચેનલ સીએનએનએ પોતાની વેબસાઈટ પર લખ્યું હતું કે છ ભારતીયોએ મળીને જ મંદિરના સંચાલકો સામે કેસ કર્યો છે.

 

રમેશ સવાણી,  ભુતપૂર્વ IPS ઓફીસર – ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે. ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો કચડવામાં સહયોગ આપે ! અમેરિકામાં લોકમત જાગૃત છે; કેમકે મીડિયા જાગૃત છે; એટલે ‘પવિત્ર સ્થળો’એ રેઈડ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. 11 મે 2021 ના રોજ ન્યૂજર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણાધિન મંદિર ખાતે FBI-ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રેઈડ કરતા ઊહાપોહ મચી ગયો !

FBIએ આ મંદિર ઉપર શામાટે રેઈડ પાડી? ભારતથી 200 જેટલાં કારીગરો/શ્રમિકોને મંદિર નિર્માણના કામ માટે ત્યાં લઈ જવામાં આવ્યા છે. આ શ્રમિકો પાસે વીકમાં 90 કલાક સુધી કામ લેવાતું હતું અને કલાક દીઠ વળતર ઓછું ચૂકવાતું હતું ! BAPS સામે બળજબરીપૂર્વક કામ કરાવવા/ટ્રાફિકિંગ/વેતનચોરી અંગે lawsuit-કેસ દાખલ થતા FBIએ મંદિર ઉપર રેઈડ કરી હતી. ન્યૂજર્સીમાં minimum wage-લઘુત્તમ વેતન કલાકના 12 ડોલર છે; જ્યારે મંદિર નિર્માણનું કામ કરતા આ શ્રમિકોને કલાકના માત્ર 1.20 ડોલરનું જ વેતન ચૂકવવામાં આવતું હતું !

શ્રમિકોના વકીલે મીડિયાને જણાવેલ કે “ભારતથી આ શ્રમિકોને ‘ધાર્મિક કાર્યકરો’ તરીકે અહીં લાવવામાં આવેલ છે; પરંતુ તેઓ નથી ધાર્મિક કાર્યકરો કે નથી સ્વયંસેવકો ! તેઓ માત્ર શ્રમિકો છે. તેમને પરત જવાની મંજૂરી અપાતી નથી; તેમના પાસપોર્ટ મંદિરે લઈ લીધેલ છે ! શ્રમિકોને કહી રાખેલ છે કે બહાર જશો તો પોલીસ પકડી જશે ! દિવસમાં 13 કલાક સુધી શ્રમિકો પાસેથી પશુ કે યંત્ર જેમ કામ લેવાતું હતું ! મોટા પથ્થરોને ઊંચકવા/ ક્રેન ચલાવવી/ખાડાઓ ખોદવા/સળિયાઓ ફેરવવા વગેરે મેન્યુઅલ કામ શ્રમિકો કરતા હતા.” શ્રમિકોનું કેટલું શોષણ ! કલાકના 12 ડોલરના બદલે માત્ર સવા ડોલર ચૂકવાય ! શ્રમિકોના પાસપોર્ટ મંદિર પોતાની પાસે કઈ રીતે રાખી શકે? કોઈ શ્રમિકને ભારત પરત આવવું હોય તો પણ મંદિર મંજૂરી ન આપે ! આ મંદિરવાળા ભારતથી માત્ર પથ્થર શ્રમિકો નથી લઈ ગયા; સાથે વેઠપ્રથા પણ લઈ ગયા છે ! આ શ્રમિકોમાં દલિતો પણ છે. વિચારો; ગર્વથી એવો દાવો કરવામાં આવે છે કે આ મંદિરો ભારતીય સંસ્કૃતિ/સંસ્કારનું વિદેશોમાં પ્રતિનિધિત્વ કરે છે; શું આ દાવો ખોખલો નથી?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *