AMC એક્શનમાં – કોરોના ગાઈડલાઈન્સનો ભંગ બદલ નારણપુરાનું ‘આનંદ દાળવડા સેન્ટર’ સીલ

અમદાવાદ –  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો બાદ AMCની ટીમ દ્વારા આનંદ દાળવડા સેન્ટર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધ્યાનમાં આવ્યું કે, આનંદ દાળવડા સેન્ટર ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહતું આવી રહ્યું. જેમાં દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓએ માસ્ક પણ નહતું પહેર્યું, જ્યારે દુકાનમાં આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નહતું થઈ રહ્યું. આ સિવાય ધંધાના સ્થળ પર આવતા મુલાકાતીઓ માટે થર્મલ સ્ક્રિનિંગ, સેનેટાઈઝરની વ્યવસ્થા પણ નહતી કરવામાં આવી. તેમજ દુકાનમાં 50 ટકા કરતાં વધુ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. આમ સોશિયલ ડિસ્ટન્સના તેમજ કોરોનાની કોઈપણ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવતું ના હોવાથી દુકાનને સીલ કરવામાં આવી હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે જણાવ્યું છે. આનંદ દાળવડા આગળની ભીડનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હરકતમાં આવી હતી. આ ટીમે કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ આનંદ દાળવડા સેન્ટર્સને સીલ મારી દીધુ હતું.

આ પણ વાંચો – હત્યાકેસમાં જાણીતાં કુશ્તીબાજ સુશીલકુમાર માટે પોલીસે જાહેર કર્યું ૧ લાખનું ઇનામ

રાત્રિ કરફ્યુ સહિતના આકરા પ્રતિબંધો છતાં પણ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે, ત્યારે લોકોમાં મહામારીનો કોઈ ખૌફ જોવા નથી મળી રહ્યો. દુકાનોમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત આનંદ દાળવડા સેન્ટરને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ સીલ મારવામાં આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં “તૌકતે” વાવાઝોડાની અસરના પગલે વરસાદી માહોલ છવાયો છે, એવામાં શહેરના જાણીતા આનંદ દાળવડા સેન્ટર ખાતે દાળવડા ખાવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.આનંદ દાળવડા આગળની ભીડનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હરકતમાં આવી હતી. આ ટીમે કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ આનંદ દાળવડા સેન્ટર્સને સીલ મારી દીધુ હતું.

Leave a Reply

%d bloggers like this: