AMC – “ઘરના ઘર” માટે ફોર્મ ભરવાની તારીખ વધારી,15 જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ઘરવિહોણા પરિવારોનું ઘરનું ઘર કરવાનું સપનું પૂર્ણ થાય તે માટે એકસાથે 20 હજાર મકાન બાંધવાની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિ.એ શહેરી ગરીબો માટે ews કેટેગરીના 15,347 મકાન બાંધવાનું આયોજન છે તો બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે LIG કેટેગરીના 2501 મકાન બાંધવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પહેલીવાર પૂર્વ વિસ્તારના 18 પ્લોટમાં 10 હજારથી વધુ ews કેટેગરીના મકાન બાંધવામાં આવશે જયારે પશ્ચિમ વિસ્તારના 6 પ્લોટમાં 4 હજારથી વધુ મકાન બાંધવામાં આવશે. આ સ્કીમમાં 28 ચો. મી. કારપેટ એરિયાના આવાસ તૈયાર કરાશે. 6 લાખની કિંમતના મકાનમાં 3 લાખ સબસીડી અપાશે. 30 હજાર રૂપિયા અલગથી મેઇન્ટેનન્સ ડિપોઝીટ ભરવાની રહેશે. આ અંગે અરજદારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કોરોનાના કારણે ફોર્મ ભરવાની મુદત વધારી તા. 15 જૂન કરી દેવાઈ છે.

આ પણ વાંચો : શાળા અને જીવન –  નૌતમ

AMCએ અમદાવાદ શહેરના ઘરવિહોણા શહેરી ગરીબો માટે ઘરના ઘર બનાવવાની યોજના જાહેરાત કરી હતી અને અરજદારોને ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું પણ કોરોના સંક્રમણના કેસ વધતા અરજીઓ ઓનલાઈન સ્વિકારવાનું શરૂ કરાયું હતું. તા. 31મી મે 2021ના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતી હતી પણ મ્યુનિ.એ આજે ફોર્મ ભરવાની મુદત તા. 15મી જૂન સુધી લંબાવી દીધી છે. અરજદારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે અરજદારો પાસે ફોર્મ છે તેઓ ઝોનલ કચેરીએ ફોર્મ જમા કરાવી શકશે.

Leave a Reply

%d bloggers like this: