ઓક્સિજનના અભાવે દર્દીના મોત નરસંહાર સમાન – અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ કોર્ટે કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ પુરી ન થવા પર કોરોનાના દર્દીના મોત ગુનાહિત કૃત્ય છે. કોરોનાના દર્દીના મોત તેમના માટે કોઈ નરસંહારથી ઓછા નથી. જેમને લિક્વિડ મેડિકલ ઓક્સિજનની માંગ સુનિશ્ચિક કરવાનું કામ સોંપ્યું છે. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિજન બેંચે મામલાની સુનવણી દરમિયાન આ કડક ટિપ્પણી કરી. કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી મામલે અલાહાબાદ હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોવિડના વધી રહેલા સંક્રમણ મામલે જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી અને તેના કારણે થઈ રહેલા મૃત્યુને નરસંહાર સમાન ગણાવ્યું છે.

કોર્ટે જણાવ્યું કે, હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવાથી કોવિડ દર્દીઓના મોત થઈ રહ્યા છે તે ગુનાહિત કૃત્ય સમાન છે. કોવિડ દર્દીઓના મોત જેમને લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેમના માટે કોઈ નરસંહારથી ઉતરતી ઘટના ન કહેવાય. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે કેસની સુનાવણી દરમિયાન આ આકરી ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો – વેપારીઓના તૂટી રહેલા ધંધાથી પરેશાની વધી : નાના વેપારીઓને તકલીફ ન પડે તેની દરકાર રાખવાના હાઈકોર્ટના સૂચનનો અનાદર

આ દરમિયાન સ્ટેટ ઈલેક્શન કમિશને સોગંદનામુ દાખલ કર્યું હતું. તે સિવાય 9 જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટમાં કોવિડ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે કોર્ટ પાસે 2 દિવસની મુદ્દત માંગી છે. 27 એપ્રિલની પાછલી સુનાવણીના આદેશ પાલન માટે સમય માંગવામાં આવ્યો છે. ઓક્સિજના અભાવે કોરોનાના દર્દીના મોત ગુનાહિત કૃત્ય

Leave a Reply

%d bloggers like this: