અજબ-ગજબ : રતિલાલ પરમાર ની ચલણી નોટ ક્યારેય નહીં થાય બંધ, ચલણી નોટનું  અજીબ કલેક્શન

ગુજરાતી હંમેશા પોતાના ધંધાકીય વિચારો ને કારણે દેશ અને દુનિયા માં પ્રખ્યાત છે અને કંઈક નવું કરવા ની ધગશ સાથે પોતાની જિંદગી જીવતા હોય છે. આજે ગુજરાતીઓ ની બોલબાલા છે તેવા જ એક અનેરા ગુજરાતી ની આજે અહીંયા વાત થી રહી છે. મૂળ સૌરાષ્ટ્ર ના મોરબી જિલ્લા ના વતની રતિલાલ પરમાર કે જેઓ પોતાના એક અજબ જ શોખ માટે આજે ભારતભર માં અને વિશ્વ ના ઘણા દેશો માં પ્રખ્યાત થી રહ્યા છે. તેઓ નો શોખ છે જન્મતારીખ અને રેકોર્ડ નોંધાવનારા લોકોની તારીખ પ્રમાણેની ચલણી નોટ ભેગી કરવાનો .

આ શોખ દ્વારા તેમણે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન, ભારત ના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર અને આપણા ગુજરાતી અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને તેમની જન્મતારીખ અને તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા રેકોર્ડ, ફિલ્મો અને રાજકારણ ની યાદગાર તારીખો ની ચલણી નોટો નું એક કલેક્શન બનાવવા માં આવ્યું છે આ ઉપરાંત રતિલાલ પરમાર દ્વારા આ બધા જ મહાનુભાવો ને રૂબરૂ મળીને આ પ્રકાર ની ચલણી નોટ ને ફ્રેમમાં કંડારી ને યાદગાર ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે.

રતિલાલ પરમાર ને પોતે 30 વર્ષ ની ઉંમર ના હતા ત્યારે લોટરી ખરીદતા હતા ત્યારે તેમને આ પ્રકાર નો અલભ્ય અને અનોખા નંબર ની ચલણી નોટ નો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો અને છેલ્લા 35 વર્ષ માં તેમને 1 રૂ થી મંડી ને 1000 અને ત્યારબાદ નવી ચલણી નોટ જેમ કે 200,500 અને 2000 ની નોટ નો પણ અલગ અને અલભ્ય નંબર ની નોટ નું કલેક્શન કરવાનું ચાલુ રાખ્યું છે.

Rational parmar

રતિલાલ પરમાર પાસે 1 થી લઈ ને 1000 સુધી ની 365 ડિઝાઇન માં છપાયેલી નોટ છે અને જેમાં ભારત ની બ્રિટિશ રાજ ના કરાંચી અને લાહોર માં છપાયેલી પ્રથમ નોટ પણ તેમની પાસે તેમના કલેક્શન માં છે.રતિલાલ પરમાર જણાવે છે મારી પાસે અમુક એવી અલભ્ય નોટ છે કે જેના લોકો મોં માંગ્યા દામ આપવા માટે તૈયાર છે પરંતુ ગમે તેવી કપરી સ્થિતિ માં પણ મેં આ ખજાનો કોઈ ને વેચ્યો નથી, 2005 માં મારા પુત્ર ના ઘરે પુત્ર નો કાનમ થયો ત્યારે જન્મતા ની સાથે જ તેને હાર્ટ ની તકલીફ હાટ આ સમય માં અમારી આર્થિક સ્થિતિ નબળી હતી અને ઈલાજ માટે 7 લાખ રૂપિયા ની જરૂર હતી ત્યારે ઘણા બધા લોકો એ મને જરૂર કરતા પણ વધારે રકમ ઑફર કરીહતી પરંતુ મેં આ ખજાનો વેચવાની જગ્યા એ મારુ મકાન વેચ્યું હતું અને મારા પૌત્ર ની સારવાર કરાવી હતી.

આજે રતિલાલ પરમાર ની ઉંમર 65 વર્ષ છે અને તેમના આ શોખ ના કારણે તેમને ઘણા બધા પારિતોષિકો મળ્યા છે ભારત ના શ્રેષ્ઠ લીંક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ રતિલાલ પરમાર નું નામ લેવામાં આવ્યું છે. હાલ માં જ રતિલાલ પરમારે દિલ્હી ની યુનિવર્સીટી ખાતે થી પી.એચ.ડી. કરી ને ડોક્ટરેટ ની ડિગ્રી પણ હાંસલ કરી છે. જેથી હવે થી તેઓ ડો.રતિલાલ પરમાર તરીખે પણ ઓળખાણ પામી રહ્યા છે. આ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મો ના ઘણા બધા કલાકારો જેવા કે શિવાજી શિન્ડે, ક્રિકેટર યુવરાજસિંહ , ઓસ્ટ્રિલયા ના ક્રિકેટર બ્રેટ્ટ લી અને અન્ય ઘણા બધા સેલિબ્રિટીઓ તેમની જાણતારીખ અને તેમના રેકોર્ડ ના નંબર પ્રમાણે ની ચલણી નોટ નું કલેક્શન કરી ને ભેટ સ્વરૂપે આપ્યા છે .

આ પ્રકાર ની ચલણી નોટનું કલેક્શન કરવા માટે અત્યાર સુધી માં રતિલાલ પરમારે 10 લાખ થી વધુ નો ખર્ચ કરી ચુક્યા છે. તેમનું કેહવું છે કે તેમના પાસે દુનિયા ના કોઈપણ વ્યક્તિ ની જન્મતારીખ નું નોટ નું કલેક્શન છે અને રતિલાલ પરમાર ના આ શોખ ને તેમનો પુત્ર વિપુલ પરમાર પણ આગળ લઇ જવા માંગે છે તેવું તેમને જણાવ્યું હતુ.

Leave a Reply

%d bloggers like this: