અમદાવાદના મેયરનો યુટર્ન : AMTS અને BRTSમાં મુસાફરી માટે રસી ફરજીયાત, પછી કહ્યું મરજિયાત

અમદાવાદ : કોરોનાનાં ત્રીજા વેવને લઈને સરકાર ચિંતામાં છે. તેમજ ત્રીજા વેવની તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એ એમ ટી એસ અને બી આર ટી એસ મુસાફરોને વેક્સિન લેવા માટેની અપીલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિન ડ્રાઈવને વધુ મજબૂત બનાવવા અંગે અલગ અલગ પગલાં લેવામાં આવે છે. જેમાં સુપર સ્પ્રેડરને વેક્સિન તેમજ હવે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિનના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિકલાંગ માટે અલગ ડ્રાઈવ થ્રું વેક્સિન ડ્રાઈવ પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરોને વેક્સિન લેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ઓસરી ચૂકી છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધઓ છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. સરકાર અને સ્થાનિક તંત્ર બને તેટલી ઝડપથી વધારેમાં વધારે લોકોનું વેક્સિનેશન કરવા માંગે છે, જેથી ત્રીજી લહેરથી બચી શકાય. જો કે રસીકરણને લઇને આજે અમદાવાદના મેયર કિરીટ પરમારે ભાંગરો વાટ્યો છે. તેમણે માત્ર 20 મિનિટની અંદર યુટર્ન માર્યો છે. પહેલા મેયર કિરીટ પરમારે કજાહેરાત કરતા કહ્યું કે AMTS અને BRTSમાં મુસાફરી કરવા માટે રસી લેવી ફરજિયાત છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે એએમસી દ્વારા AMTS અને BRTSમાં બેસતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવશે. તેમણે રસી લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જેના માટે વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડશે. જો કે ત્યારબાદ મુસાફરોના હોબાળાના ભયને લઇને મેયરે નિર્ણય ફેરવી તોળ્યો હતો.

આ પણ વાંચો : અનુભવ : કાર નેહરના ઊંડા પાણીમાં ખાબકી, બન્ને બાળકો ને હું ડુબ્યા. રૂવાંટા ઉભાં કરી દે એવી સત્ય ઘટના

બાદમાં મેયરે એવું કહ્યું કે રસી લેવી મરજિયાત છે અને તેમણે લોકોને રસી લેવા માટે અપીલ કપરી હતી. કોર્પોરેશનની પ્રેસ નોટમાં પણ ગોટાળો થયો હતો. જેમાં તેમણે જણાવ્યું કે મેયરે કહ્યું હતુ કે રસી ફરજીયાત નથી, પરંતુ રસી લેવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

%d bloggers like this: