લો બોલો : કોરોના બાદ હવે દેશમાં ઝીકા વાયરસનું પણ આગમન, કેરળમાં 13 કેસ નોંધાયા

કોરોના વાયરસ રોગચાળાની વચ્ચે હવે ઝીકા વાયરસનું પણ દેશમાં આગમન થઇ ગયું છે. ગુરૂવારે કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ મળી આવ્યા છે. તિરુવનંતપુરમથી લીધેલા સેમ્પલોને તપાસ માટે પુણે સ્થિત નેશનલ ઇઁન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી માં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તપાસમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઇ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ઝીકા વાયરસ એડીસ મચ્છરનાં કરડવાથી ફેલાય છે, જે દિવસ દરમિયાન એક્ટિવ હોય છે. આ વાયરસ સૌ પ્રથમ વખત 1947 માં યુગાન્ડાના વાંદરાઓમાં મળી આવ્યો હતો. તે પછી 1952 માં યુગાન્ડા અને તાન્ઝાનિયામાં માનવોમાં જોવા મળ્યો. એશિયા, આફ્રિકા, અમેરિકા પેસિફિક આઇલેન્ડ્સમાં ઝિકા વાયરસની જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ‘ગુજરાત મોડેલ’માં મફત શિક્ષણ/આરોગ્યની સુવિધાઓ કેમ નથી?

ઝીકા વાયરસનો ઇન્ક્યૂબેશન પિરિયડ 3 થી 14 દિવસનો હોય છે, અને મોટાભાગના લોકોમાં કોઈ વાસ્તવિક લક્ષણો જોવા મળતા નથી. કેટલાક લોકોમાં તાવ, ફોલ્લીઓ, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવોની ફરિયાદ જોવા મળી છે. ઝિકા વાયરસ ગુલિયન બેરી સિન્ડ્રોમનું કારણ બને છે. તે નવજાત શિશુમાં પણ જન્મજાત ખામીનું પણ કારણ બને છે.

Vikaspedia: હાલમાં ઝીકા વાઈરસે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. દુનિયાના ઘણા દેશો ઝીકા વાઈરસની ઝપટમાં આવી ગયા છે અને ઘણા લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.નામ ઝીકા આફ્રિકાના દેશ યુગાન્ડાના ઝીકા ફોરેસ્ટ પરથી આવેલ છે. ઝીકા વાઇરસે અમેરિકા ખંડના આરોગ્ય નિષ્ણાંતોને ચિંતાતુર કરી મૂક્યા છે. તેની અસર તરત સામે નહીં આવતી હોવાથી ઇબોલા કે તેના જેવા અન્ય વાઇરસ કરતા તે વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધું છે. પણ તેના નિષ્ણાંતો પણ તેના મૂળ કાર અને સારવારને લઈને સંતૃષ્ટ નથી. ખાસ કરીને ઝીકા વાઈરસનો ચેપ લાગવાનું કારણ એન્ડીઝ મચ્છરોના કરડવાનું છે.આ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે.જીકા વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) ના જણાવ્યાં અનુસાર, ઓકટોબર ૨૦૧૫ પછી,અમેરિકા અને તેના પ્રદેશો ઉપરાંત બીજા કેટલાંક દેશોમાં ઝીકા વાઈરસની હાજરીની સુચના મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) સુચના પ્રમાણે ઝીકા વાઈરસના ચેપને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.

ડબલ્યુએચઓનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં આ વાઇરસ 40 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓને બે ડઝન જેટલા દેશોનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઝીકા વાઇરસના લક્ષણોના વિશે અત્યાર સુધી સૌથી નક્કર પુરાવા માત્ર એટલા છે કે બ્રાઝીલના કેટલાક નવજાત શિશુઓના માથાનો આકાર સામાન્ય કરતા નાનો છે તથા તેમના મગજને નુકસાન પહોંચેલું છે. ડિસીઝ કન્ટ્રોલ સેન્ટરના અધિકારીઓ મહિલાઓને સમયાંતરે ચેકઅપ કરાવવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *