વડગામ ઓક્સિજન પ્લાન્ટ : એડવોકેટ સુબોધ કુમુદ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિશે કહી આ વાત ને માન્યો આભાર

Advocate Subodh kumud : Glimpses of Inauguration of #oxygenplant at Vadgam, Banaskantha by MLA #Jignesh Mevani

1.જ્યારે નીતિન પટેલ કોઈ એક ધર્મ વિશેષના ભડકાઉ ભાષણથી રાજ્યની શાંતિમાં કોમવાદી ભાગલારૂપી પથ્થરો ફેંકી રહ્યા હતા ત્યારે ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણી પોતાના મત વિસ્તારમાં હિન્દુ, મુસ્લિમ, પારસી અને બૌદ્ધ ધર્મના પ્રચારકોને સાથે રાખીને બંધારણમાં સર્વ ધર્મ ને સમાન રાખી બંધુત્વનો મેસેજ આપી રહ્યા હતા.

2. જ્યારે સરકારના મંત્રીઓ સ્મશાન સગડીનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે લોકો જીવે એના માટે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હતું.

3. વડગામમાં જીજ્ઞેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટનો જશ ના લઈ જાય એટલે સરકારે તાત્કાલિક ત્યાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવાનું નાટક તો કરી લીધું પણ એ જગ્યાએ બાજેલી ધુળની ડમરીઓ સાફ કરવા પણ હજી સુધી કોઈ ગયું નથી.

4. નીતિન ભાઈ પટેલ દ્વારા દરેક હાઇવે ઉપર ભારત માતાનો ફોટો મુકવાની વાત કરવામાં આવી તો જીગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં જો કોઈ દાતા જમીનનો ટુકડો આપે તો ઝવેરચંદ મેઘાણી ની સ્મૃતિમાં એક અદ્યતન લાઈબ્રેરી અને વિસ્તારના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કલાસીસ ખોલવા માટે પણ રજુઆત કરી.

5. પોતાની તમામ ગ્રાન્ટ ખર્ચીને કોન્ટ્રાક્ટરો અને કેટલાય ગામના સરપંચોનો રોષ વહોરીને પણ લોકોના જીવથી અગત્યનું કંઈ નથી (વોટબેંકનું ગણિત પણ નહીં) એ સાબિત કરવું એ સહેલું કામ નથી. બાકી રેમડેસેવીર માટે પાટીલ સાહેબે કરેલી સેવા આપણને યાદ જ છે.

Jignesh Mevani

આ ફરક હોય છે એ શિક્ષિત, દુરંદેશી અને વિચારધારાવાળા નેતાનો. કોઈની પ્રાથમિકતા ખાલી ફોટા મુકવાની અને પુતળા મુકવાની હોય છે જ્યારે કોઈની નક્કર કામ કરીને એ લોકોપયોગી નીવડે એની. સરકારે અને શાસક પક્ષના નેતાઓ ધારે તો ભારતમાતાની છબીના નામે લોકોને મુર્ખ બનાવવાની જગ્યાએ ભારત માતાના નામે અદ્યતન હોસ્પિટલની જાહેરાત કરે તો લોકો એનો લાભ પણ લઈ શકે. પણ સસ્તી પ્રસિદ્ધિ મેળવીને લોકોને મુર્ખ સમજવાનું જાણે શાસક પક્ષને માફક આવી ગયું છે.

સરદાર પટેલ અને કોઈના પણ નામે હોસ્પિટલ અને સારી સરકારી શાળાઓ અને લાઈબ્રેરીઓ બનાવો તો આવનારી પેઢી પણ તમને વોટ આપશે. પણ તમારે તો ફોટા અને સ્ટેચ્યુ મૂકીને એના ઉદ્દઘાટનના કાર્યક્રમો કરીને લોકોને આંજી દેવા છે અને વાસ્તવિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવી દેવું છે.

વડગામની જનતાનો આ કાર્યમાં સાથ-સહકાર આપવા બદલ અને એ ભરોસાને સાર્થક કરવા બદલ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો આભાર. આ કાર્યક્રમમાં પોતાની મહેનત ખર્ચીને જીવ રેડનાર તમામ સાથીઓનો પણ આભાર. તમારા લીધે આ શક્ય બન્યું અને બહુ બધા મિત્રો સાથે રૂબરૂ થવાનો મોકો પણ મળ્યો.
ઓક્સિજન પ્લાન્ટ અહીંયા નંખાય એ માટે પૈસાથી લઈને પ્લાનીંગમાં અને પોસ્ટર ચોંટાડવાથી લઈને લોકોને જમાડનાર તમામનો પણ આભાર.

એડવોકેટ સુબોધ
8490919812
30.08.2021
#subodhkumud

Adv Subodh parmar

Leave a Reply

%d bloggers like this: