આદિવાસી હિંદુ નથી, બંધારણ ન માનનાર દેશદ્રોહી” – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લાગ્યું બોર્ડ

Felt-board-in-the-area-of-the-Statue-of-Unity

વાગડીયા ગામ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નજીક આવું બોર્ડ મારી દેતા હાલ તો વિવાદ સર્જાયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવા માટે પ્રવાસીઓએ વાગડીયા ગામ થઈને જવું પડે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે.ત્યારે વિશ્વ કક્ષાએ પોતાની રજૂઆતોની નોંધ લેવાય એવા આશયથી જ વાગડીયા ગ્રામજનોએ પ્રવાસીઓની નજર પડે એવી સ્થિતિમા આ બોર્ડ લગાવ્યું હોવું જોઈએ. નિયંત્રણ રહેશે.અનુસૂચિત વિસ્તારમાં નગરપાલિકા અને નગરનિગમ અસંવૈધાનિક છે.આ અનુચ્છેદ નહીં માનનાર દેશદ્રોહી ગણાશે.અનુસુચિત આદિજાતિ વિસ્તારમાં સ્થાનિક નોકરીઓમાં આદિવાસીઓની સંખ્યા 100% અનામત રહેશે.આ અધિનિયમ અનુસાર આદીવાસી રિત રિવાજ અન્ય ધર્મોથી અલગ છે, માટે આદીવાસી હિંદુ નથી.

બોર્ડમાં શુ ઉલ્લેખ કર્યો છે?

આદિજાતિ વિસ્તારમાં જળ, જંગલ, જમીનના માલિક આદીવાસી છે અને શાસન છે.રૂઢીવાદી ગ્રામસભાનો પ્રભાવ અને ગ્રામસભાના કાયદા, નિર્ણયો લાગુ થશે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં સામાન્ય કાયદાઓ લાગુ થશે નહિ.અનુસૂચિ ક્ષેત્રમાં ગ્રામસભાની પરવાનગી વગર બીન આદિજાતી વ્યક્તિ ઘુસી શકશે નહીં.અનુસૂચિ વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર ખનન નહિ થઈ શકે, કારણ ખનનની માલિકી હક આદિવાસીઓનો છે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓની જમીન ગૈર આદિવાસી ખરીદી શકશે નહીં.છે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ રહેશે.અનુસૂચિત વિસ્તારમાં નગરપાલિકા અને નગરનિગમ અસંવૈધાનિક છે.આ અનુચ્છેદ નહીં માનનાર દેશદ્રોહી ગણાશે.અનુસુચિત આદિજાતિ વિસ્તારમાં સ્થાનિક નોકરીઓમાં આદિવાસીઓની સંખ્યા 100% અનામત રહેશે.આ અધિનિયમ અનુસાર આદીવાસી રિત રિવાજ અન્ય ધર્મોથી અલગ છે, માટે આદીવાસી હિંદુ નથી.

આ પણ વાંચો : એક તરફ અભિવ્યક્તિની આઝાદી; બીજી તરફ મૂંગા કરવાનો ખેલ !

વાગડીયા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું છે કે આદિવાસીઓ હિંદુ નથી, બંધારણ ન માનનાર દેશદ્રોહી છે.એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે અને ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખડભળતા મચ્યો છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દીધું છે.એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે તો બીજી બાજુ વાગડીયા ગામ લોકોએ આ બોર્ડ મારી દીધું છે.

વાગડીયા ગ્રામજનોએ આદીવાસી સંસ્કૃતિ મુજબ પૂજા વિધિ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની નજરમાં આવે એવી દિશામાં આ બોર્ડ માર્યું છે.વાગડીયા ગામમાં આગેવાન શૈલેષ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે.રૂઢી ચુસ્ત કાયદા મુજબ અમને જીવન જીવવાનો અધિકાર છે.અમે સંવિધાન અને પ્રકૃતિ બચાવવા અને અમારી રૂઢી પરંપરા માટે આ બોર્ડ માર્યું છે.

Leave a Reply

%d bloggers like this: