મારી નજરે ગુજરાત | ગીર જંગલનો અદ્ભુત વીડીયો લઈને આવી છે અદિતી રાવલ, શું તમે જોયો?

નેલ્સન પરમાર : ગીરની વાત આવે એટલે આપણાને સિંહ યાદ આવે, ચોક્કસ આ સિંહનું ઘર છે પણ સાથે સાથે, ગુજરાતમાં સાસણ ગીર એશિયાટિક સિંહોથી જ સીમિત નથી, આ વિસ્તાર પ્રકૃતિનો પણ અખૂટ ભંડાર છે. ગાઢ લીલું અને સૂકું બન્ને જંગલ સીઝન પ્રમાણે જોવા મળે છે. પશુ-પક્ષી અને પ્રાણીઓની હજારો પ્રજાતિઓ અહીં નિવાસ કરે છે. ખળ-ખળ દોડતી નદીઓ, રિમઝીમ વહેતા ઝરણાં, લીલાછમ વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, અને એમાં વચ્ચે વસતા માલધારીઓની માનવ વસ્તી, સાસણ ગીરના જંગલમાં અલભ્ય વન્યજીવો અને તેમની જીવનશૈલીને નિહાળવાનો એક અદ્દભુત લ્હાવો છે. આજની યુવા પેઢી ભૌતિક જીવન પાછળ જ્યારે ઘેલી બની છે. ત્યારે કુદરતના સૌંદર્ય ને માણવાનો સમય અને રસ બને ગાયબ થઈ રહ્યા છે. પરંતુ આજે અહીં તમને આ ગીરનો એવો એક વીડીયો બતાવવા માંગું છું જે જોઈને આપ અચૂક વાઈલ્ડલાઈફને નજીકથી જોવા પ્રેરિત બનશો, આને તમને ગમશે જ.

વાત છે‌. આદિતી રાવલના વીડિયોની, ‘ મારી નજરે ગુજરાત : ગીર જંગલ’ પહેલાં તો એ વીડિયો માટે અદ્ભુત શબ્દ પણ નાનો લાગે છે, સત્તત ચાર થી પાંચ ‌વાર જોયા ‌પછી પણ મન ભરાતું નથી, વીડીયોમાં એવું તો ખોવાઇ જવાય છે જાણે કે, શાક્ષત ગીર જ પહોંચી ગયા હોઈએ. સાસણ ગીર ખરેખર અમિર છે, આ એક એવો વિસ્તાર છે જ્યાં ગાઢ જંગલ, નદીઓ, ઝરણાં, ડુંગરા, પૌરાણિક સ્થાનકો અને દરિયા કિનારો જેવા અમૂલ્ય કુદરતી સંપતિઓ છે.અહીં રહેતા પ્રાણીઓ અને માનવીય સમુદાય જાણે એક બીજાના પૂરક છે. ગીરના જંગલમાં વસતા અસંખ્ય વનયજીવો પોતાની એક આગવી જીવન શૈલીમાં જીવે છે. નાના કાંચીડા થી લઈ, મહાકાય અજગર, નાનકડા માસૂમ હરણાં થી લઈ દીપડા ને સિંહ સૌ કોઈ પોતાના જીવનને માણે છે. અને એ બધી જ વસ્તુઓ કેમેરામાં કન્ડરીની આપણાને એ લ્હાવો આપ્યો છે અદિતી રાવલે. આ વીડીયો બનાવવાનો એટલો સરળ નથી જ, કેટલાંય દિવસોની મહેતન સાથે સાથે ધીરજની કસોટી પણ છે, સિંહ અને જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓની મુવમેન્ટ અને હાવભાવ પરથી તેમની લાક્ષણિકતાઓ કેમેરામાં કેદ કરવી, બહુ ધીરજનું કામ છે પણ એ કામ અદિતી રાવલ અને તેમની ટીમે કર્યું છે‌.

આદિતી રાવલના અવાજમાં તો‌ કંઈક ‌અલગ જ જાદુ છે, એ બોલે ત્યારે એમ જ થાય કે બસ એને સાંભળ્યાં જ કરીએ, એમાંય પાછું જે અદાથી બોલે એ તો, એ લેહકો તો બહૂ મીઠો લાગે, આ વીડિયોમાં પણ જે અવાજ આપ્યો છે એક એકદમ સુપર છે બોસ, મને તો‌ લાગે, આ અવાજ પર તો જંગલ પણ પ્રેમમાં પડી ગયું હશે. વીડીયોની HD quality, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, નજીકથી લીધેલા વિડીયો ફુટેજ, સિંહની મુવમેન્ટ, જંગલનું વાતવરણ, જંગલની લીલોતરી, અદ્ભુત નજારો, માલધારી સમાજની આગવી ઓળખ, અને ‌તેમની વેદનાં ને જાણતાં અજાણતાં વાંચા આપવાની, અને અને પછી એમાંય આદિતીનો અવાજ, કુદરતનાં ખોળે, કુદરતની સાથે, કુદરતનાં સાનિધ્યમાં બનેલો આ વીડીયો, ખરેખર અદ્ભૂત છે. ગીર તો જોયું છે પણ આમ અનુભવીયુ પહેલીવાર, ને હવે ક્યારેક જવા મળશે તો‌ આદિતીનો આ વીડિયો ચોક્કસ યાદ આવશે, જંગલ જોવાનો નજરયો બદલાઈ જશે.

વીડીયો જોવા માટે :

Leave a Reply

%d bloggers like this: