સિસ્ટમ સામે આક્રોશ ઠાલવતી મેઘદીપસિંહ રાઓલે લખી એવી પોસ્ટ કે થઈ રહી છે ખુબ જ વાયરલ.

હાલની કોરોનાની પરિસ્થિતિમાં ધારાસભ્ય, પત્રકારો, લેખકો થી લઈ સામન્ય જનતા અને‌ દરેક લોકો‌ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અને આજે સૌથી સરળ હાથવગું સાધાન છે શોશીયલ મીડીયા, લોકો પોતાના વિચારો અને સિસ્ટમ સામે ‌વિરોધ કરી રહ્યા છે જેને શોશીયલ મીડીયા પર મુકી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે આવા સમયે મેઘદીપસિંહ રાવલ નામનાં એક વ્યક્તિએ ફેસબુક પર પોતાના વિચારો રજુ કરતી એક પોસ્ટ કરી હતી એમાંના શબ્દોમાં એટલી સચ્ચાઈ અને વેદના હતી કે, જાણીતાં લેખક સંજય રાવલ અને વિપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોપી કરી પણ ક્રેડીટ પણ ન્હોતી, એવા તો અનેક લોકોએ આ પોસ્ટ શેર કરી છે પણ ક્રેડીટ આપી નથી, લોકો હજૂ અજાણ છે કે આ પોસ્ટ કોણે લખી છે કેટલાક લોકો માને છે કે, સંજય રાવલે લખી છે તો કેટલાંક લોકો માને છે કે, આ પોસ્ટ જીગ્નેશ મેવાણી લખી છે. પણ આ બાબત ‌જેવી “ફ્રેન્ડ પ્રજા ” ના પ્રકાશ જાડાવાલા અને અન્ય ગ્રૂપના સભ્યોના ધ્યાનમાં આવી ત્યારે સંજય રાવલનુ ધ્યાન દોરવાની કોશિશ કરી હતી. અને મુખ્ય લેખકને ક્રેડિટ આપવાની રજુઆત કરી હતી કારણકે – મેઘદીપસિંહ રાઓલ ફ્રેન્ડ પ્રજાના પણ સભ્ય છે. 

મેઘદીપસિંહ રાઓલ – તમે રાતોરાત ઉભા પાક વાઢી ને હેલિપેડ બનતાં જોયાં હશે .. કોઈ સરકારી કાર્યક્રમ હોય તો એસ.પી. આઇ.એસ. સહિત ના કાફલા સાથે કેટલીય ગાડીઓ આમ થી તેમ રોડ રસ્તા ઉપર દોડતા જોઈ હશે .. અરે , યાદ છે વાયબ્રન્ટ ગુજરાત , સ્વર્ણિમ ગુજરાત વખતે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન્સ ના ઢગલા હોય અને બહાર પ્રાઇવેટ ટ્રાવેલ્સ પાસે થી મોંઘા ભાડાપટ્ટે લીધેલી મર્સિડીઝ બી.એમ. જેવી ગાડીઓ જોઈ હશે , રાતોરાત રોડ બની જાય , ગટરો પુરાઈ જાય , ઝુપડપટ્ટી ઓ ની સામે દીવાલો ઊભી કરવા સરકારી એન્જીનીયરો અને મેયર પોતે રોડ ઉપર ઊભા હોય , અરે .. સરકારી નર્સરી માંથી રોડ ઉપર કુંડા મુકાઈ જતાં હોય છે અને આખે આખ્ખા મોટા ઝાડ શિફ્ટ થઈ જતાં હોય છે .. સરકારી તંત્ર કામે લાગે એટલે એક રાત કે એક બે દિવસ માં બધું ઉભુ થઈ જતું હોય છે , હમણાં સાહેબ આવતાં જ નથી તો તમારી ફાઈલ આગળ નઈ વધે , સહી નઈ થાય કેમકે બધાં વાયબ્રન્ટ માં પડ્યા છે ને .. ! રાતોરાત તમારા રણ ઉત્સવો માટે ઉજ્જડ એવા ખારાઘોડા ના કે ધોરડો જેવા છેડા ના રણ વિસ્તારો માં કે જ્યાં પીવાનું પાણી કે રસ્તા નહોય ત્યાં તમે રાતોરાત એસી વાળા ટેંટ્સ અમુક દિવસો માં ઉભા કરી ને 5000 કે 10,000 પબ્લિક નું બુકિંગ લઈ લેતા જોયું હશે .. તો એ ટેન્ટસ અત્યારે ખુલ્લા મેદાનો માં લગાડી શકાય, હેં સાહેબ ! તમારી બહેનો દીકરીઓ ને ફૂટપાથ ઉપર સૂવું ના પડે .. , જીંગપિંગ વખતે અડધું શહેર બંધ કરી દઈ ને લગભગ આખા શહેર ની પોલીસ ખડે પગે હતી .. ટ્રંપ વખતે ફૂટપાથ ઉપર રાતોરાત ઊભા કરેલા પેલા લાકડા ના સ્ટેજ ઉપર ગાદલાં નાખેલા જોયા હશે .. તો એ અત્યારે પેલા કોરોના પેશન્ટ ને સિવિલ ની બહાર સુવા માટે મળે હેં સાહેબ ?? લગાડી આપો ને , પ્લીઝ ..

આજે તો બધી બસો રેલી માં લોકો ને ગામેગામ થી લઇ જવામાં મુકાઈ છે તો બસ નઈ મળે એવું જોયું હશે તો એ બધી બસો ને અત્યારે ગામડાઓ શહેરો માંથી પેશન્ટો ને લાવવા લઈ જવા મૂકો ને સાહેબ , પેલાં તમારી ચૂંટણીઓ વખતે ફલાણાં રથ ને ઢિકણા રથ ગામેગામ ફેરવતાં , તો અત્યારે એવા રથો માં જરૂરી દવાઓ અને માસ્ક મફત માં ગામેગામ પોહચાડો ને .. ચલો , એ રથો ના પેટ્રોલ ડીઝલ પેટે નજીવી કિંમત લઈ લેજો ને દવાઓ માસ્ક આપજો .. છે શક્ય એવા રથો ગામેગામ ફેરવવા નું , હેં સાહેબ .. ! કેમ ટાટા કે ડી.આર. ડી.ઓ ની રાહ જોવી ?! ગાંધીનગર હેલી પેડ માં ડોમ તૈયાર જ છે , 2 દિવસ માં ખાટલા મૂકી ને દવાઓ તો ચાલુ કરી દ્યો ને તો 108 નું 50 કલાક સુધી નું વેઇટિંગ જ ખતમ થઈ જશે સાહેબ , ટાટા ઓકિસજન ની વ્યવસ્થા કરશે ત્યારે ઓકસીજન પણ મળી જશે .. પણ, અત્યારે લોકો માત્ર વેન્ટિલેટર વગર ના બેડ માટે રસ્તે રઝળતાં તો બંધ થઈ જશે .. માત્ર ખાટલા મૂકવા માટે ટાટા ની રાહ કેમ ! કેમકે ડી.આર. ડી. ઓ. એ બનાવેલા ધન્વંતરિ માં પણ 900 બેડ વચ્ચે વેઢે ગણાય એટલા જ વેન્ટિલેર ઓકિસજન સાથે ના બેડ છે .. બાકી ના તો એમ જ છે ને સાહેબ , તો ગાંધીનગર હેલિપેડ માં માત્ર બેડ ની જ વ્યવસ્થા ઊભી કરવા માં વાર કેટલી ?! ચલો , વાયબ્રન્ટ કોરોના નો ઉત્સવ મનાવી એ .. એ જ મહાત્મા મંદિર ના બે મોટા હોલ માં ખાટલા મૂકતાં કેટલી વાર .. ?? એ તો પાછા એસી વાળા પણ છે ને સાહેબ ! તો આ ગરમી માં કોરોના ના દર્દીઓ માટે ખાલી બપોરે બપોરે થોડીક વાર ચાલુ કરજો ને સાહેબ,પ્લીઝ ! .. લગાડી દ્યો એ જ સો – સો બસ્સો – બસ્સો ઇનોવા ગાડીઓ ને ઓકિસજન ભરવા માટે ની ટ્રીપો ઉપર , જેથી તમારી ગુજરાતી ની જનતા ને ઓકિસજન ના બટલાં ભરાવવા રઝળવું ના પડે , સાહેબ

ચલોને સાહેબ ,#કોરોણોત્સવ કે #વાયબ્રન્ટ #કોરોના #સમિટ ઉજવીએ

– મેઘદીપસિંહ રાઓલ

https://www.facebook.com/555711097/posts/10159564244126098/?app=fbl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *