મહેમદાવાદના રોહિસ્સા ગામના તલાટી અને સરપંચનો પતિ 10હજાર લાંચ લેતા એસીબી એ ઝડપ્યો

ફરિયાદી દ્વારા તલાટી ને ફોન કરીને રૂ.10 હજાર આપવાની તૈયારી બતાવતા તલાટી એ સરપંચ પતિ રમેશભાઈ ને મળી લેવા જણાવ્યું હતું. જેથી રમેશભાઈ ને ફોન કરતા જુદા જુદા સ્થળો પર બોલાવ્યા બાદ અંતે મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરી પર મળવાનું નક્કી થયું હતું. જ્યાં અગાઉથી જ એ.સી.બી ના માણસો ગોઠવાઇ ગયા હતા. સરપંચે ફરિયાદી પાસેથી લાંચના રૂ.10 હજારનો સ્વીકાર કરતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો.

આ રીતે એસીબી એ ઝડપ્યો : એસીબી દ્વારા ફરીયાદી ને સાથે રાખી મહેમદાવાદ ખાતે છટકું ગોઠવ્યું હતું. જે માટે તેઓ પળેપળ ફરિયાદી સાથે રહ્યા. સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા થતા તેણે તાલુકા પંચાયત ખાતે મળવા કહ્યું, ત્યારે પહેલાં એસીબી ટીમ તાલુકા પંચાયત ખાતે પહોંચી ગઇ હતી. સરપંચ પતિ કઈ જગ્યા પર છે, જ્યાં લાંચની રકમ સ્વીકારવાની છે ત્યાંથી ભાગવાની કોઇ જગ્યા છે કે કેમ? તેવા તમામ પાસાઓના નિરીક્ષણ કર્યા બાદ એસીબીની ટીમે ફરિયાદીને ગ્રીન સિગ્નલ આપતા લાંચની રકમ સરપંચ પતિને આપવામાં આવી હતી. સરપંચ રંગેહાથ, તલાટી રસ્તામાંથી ઝડપાયા ટ્રેપની કામગીરીમાં એ.સી.બી દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે ટેકનોલોજીની પણ મદદ લીધી હતી. ફરિયાદીએ જ્યારે તલાટી વિનુભાઈ ને લાંચની રકમ આપવાની વાત કરી ત્યારે તલાટીએ ફરિયાદીને કહેલ કે તમે રમેશભાઈને મળી લો. જે કોલ રેકોર્ડીંગ ના આધારે એ.સી.બી. એ તલાટીને પણ ગુનાના કામે ઝડપ્યો છે. સૌપ્રથમ સરપંચ પતિને રંગેહાથ ઝડપ્યા બાદ એ.સી.બી.ની ટીમે તલાટી વિનુભાઇ ક્યાં છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેવી ખબર પડી કે તલાટી વિનુભાઇ ઘોડાલી ખાતે તેમના ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તેમનો પીછો કરી મોદજ-ઘોડાલી વચ્ચે રોડ પર ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : ’બદમાશી કરશે સત્તાપક્ષ !’ ‘નમાજ પઢશે ગુજરાત ! આપના પોસટરનો ફોટો એડીટ કરી વાયરલ કરાયો.

10 હજારની લાંચમાં ફસાયેલ તલાટી વિનોદભાઇ ઉર્ફે વિનુભાઈ ચતુરભાઈ ચૌહાણ 26 વર્ષથી નોકરી કરી રહ્યા છે. ઘોડાલી ખાતે તેમનું પાકુ મકાન છે. અને સંતાનમાં બે દીકરીઓ અને એક દિકરો છે. નામ કમી કરવા માટે જો તેઓએ સરપંચ સાથે મળીને રૂ.30 હજારની માંગણી કરી હોય, ત્યારે વિચારી શકાય કે તેમના 26 વર્ષની કારકિર્દીમાં તેઓએ કેવી કામગીરી કરી હશે. જોકે હાલ એસીબી ટીમ આરોપીના ઘરે સર્ચ ઓપરેશન કરી રહી છે. જોવું રહ્યું કે આવક કરતા કેટલા ઘણી વધુ મિલકત એસીબીને મળે છે.

મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના મહિલા સરપંચનો પતિ અને તલાટી એ.સી.બી.ના છટકામાં ઝડપાઇ ગયા છે. મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના બ્લોક સર્વે નં.172,173 વાળી જમીનમાં ફરિયાદીના પરિવારના 4 સભ્યોના નામે છે. જે પૈકી તેમના ભા વર્ષ 2016માં મરણ પામેલ હોય, તેઓનું નામ ગામ નમૂના નંબર 7-12 તથા જમીનની ખાતાવહી 8-અ માંથી કમી કરવા માટે પેઢીનામું કરવાનું હોય જરૂરી કાગળો તૈયાર કરી ફરિયાદી દ્વારા તલાટી વિનોદભાઇ ઉર્ફે વિનુભાઈ ચતુરભાઈ ચૌહાણને આપવામાં આવેલ હતા.

વહીવટ વગર કામગીરી નહી કરતા તલાટીએ ફરિયાદીને કામગીરી માટે સરપંચ પતિ રમેશભાઈ પરમારને મળવા જણાવ્યું હતું. જેણે તમામ ફરિયાદીનું કામ રૂ.30 હજારના વહીવટમાં કરી આપવાનું નક્કી કર્યું હતું. રૂ.30 હજારની લાંચ પૈકી પ્રથમ હપ્તો રૂ.10 હજાર અગાઉ થી જ લઇ લેવાયો હતો. જે બાદ બાકીના રૂ.20 હજાર માટે તલાટી તેમજ સરપંચ પતિ વારંવાર ફરિયાદીને ઉઘરાણી કરતા હતા. ફરિયાદીએ અનેક રકઝક કરતા અંતે રૂ.10 હજાર માં કામ પૂરું કરવાનું નક્કિ ખયું હતું. પરંતુ તલાટી અને સરપંચ પતિની ઉઘરાણીથી કંટાળી ગયેલા ફરિયાદીએ એ.સી.બી નો સંપર્ક કરતા આજરોજ સમગ્ર છટકું ગોઠવ્યું હતું.

Leave a Reply

%d bloggers like this: