GIFA આયોજીત કોરના વેકસીન અંગે ગુજરાતી સેલિબ્રિટીઓ પુછ્યાં સવાલ વેકસીન એક્સપર્ટ ડૉ ચેતન ત્રિવેદી આપ્યા જવાબ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ એટલે જીફા, અને જીબા એટલે એક એવું પ્લેટફોર્મ છે ફક્ત એવોર્ડ ફંકશન સુધી જ સિમિત ન રહેતાં અવારનવાર અન્ય પ્રોગ્રામનુ આયોજન કરી કંઈક ને કંઈક નવીન કાર્ય કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે કામ કરે છે અને સાથે સમાજને ઉપયોગી કાર્ય પણ કરે છે. એવી જ રીતે ફરી એકવાર જીફા સમાજ ઉપયોગી માહિતી લઈને આવ્યું છે. હાલનાં સમયમાં ગુજરાતની હાલત ગંભીર છે એવા સમયે સામન્ય માણસથી લઈ દરેક લોકોને કોરોના અને કોરોના વેક્સિન અંગે ઘણાં પ્રશ્નો હોય છે અને એથી જ આ પ્રશ્નોનું સમાધાન થાય એ ખુબ જરુરી છે. એટલે સમાજને ઉપયોગી આવા મુદ્દાને ધ્યાનમાં રાખીને GIFA એ વેક્સિન એક્સપર્ટ ડૉ ચેતન ત્રિવેદી સાથે મળીને એક ટોક શો જેવું આયજન કર્યું હતું જેમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારોએ સવાલ કર્યા અને સામે એક્સપર્ટે જવાબ આપ્યાં હતાં. આ એ સવાલ છે જે આપણાં સહુના મનમાં ઉભા થયેલાં હશે જેના જવાબો તમને આ વીડિયોમાંથી મળી જશે. જીફાના હેતલ ઠક્કર, અરવિંદ વેગડા સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતાં કલાકર અને ધારાસભ્ય હિતુ કનોડિયા પણ જોડાયા હતાં સાથે અન્ય કલાકારોમાં માનસી પારીખ, મલ્હાર ઠાકર, આરોહી પટેલ, હિતેન કુમાર, શૌનિક વ્યાસ, પ્રાચી ઠક્કર, મોનલ ગજ્જર, ભૂમી ત્રિવેદી, મૌલિક નાયક, આકાશ ઝાલા, પૂજા જોષી, સ્મિત પંડ્યા, નિલમ પંચાલ અને મિત્રા ગઢવી જોડાયા હતા આ એ કલાકાર છે જેમણે ડોક્ટર ને વેક્સિન અંગે સવાલો કર્યાં અને તેમને ડૉ. ચેતન ત્રિવેદી દ્વારા સવાલનો જવાબ આપવામાં આવ્યો. તો આપ પણ આ વીડિયો જુઓ અને અન્ય ‌લોકો સુધી શેર કરો જેથી આ ઉત્તમ માહિતીનો લાભ દરેક મેળવી શકે.

વીડીયો જોવા માટે –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *