અમદાવાદના આર.જે રાજપુતને નાનપણ થી જ એકટિંગનો ખુબ શોખ હતો. જાણો વધું.

પ્રશાંત બારોટ : મિત્રો કલાકાર ની એક અનોખી દુનિયા છેં જેમાં આજે વાત કરીશું અમદાવાદ માં રહેતા આરવ રાજપુતની જે એક ઉમદા એક્ટર છેં RJ છેં ,અને સાથે – સાથે એક નિપુર્ણ સ્પોર્ટ્સ પર્સન પણ છેં. અમદાવાદમાં જન્મેલા આરવ રાજપુત ને નાનપણ થી જ એકટિંગનો ખુબજ શોખ હતો. આરવ જયારે ૪ થા ધોરણમાં હતો ત્યારે પેહલી વાર એને સ્કૂલના નાટકમાં ભાગ લીધું હતો.

Aarav

અને ત્યાર થી જ આરવ સ્કૂલની સાથે – સાથે કોલેજમાં પણ નાટકની સાથે ઘણી એકટીવીટીમાં સૌ કોઈનો લોકપ્રિય રહ્યો છે. આરવ એકટિંગની સાથે – સાથે R.J ની પણ તૈયારી કરતો. તેને બોલવું ખુબજ ગમતું અને લોકો પણ તેની સ્પીચ ને વખાણતા આથી આરવે નાટકમાં પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરી અને એકટિંગ ફિલ્ડ માં નાટક માં થી પોતાનું કૅરિયર સ્ટાર્ટ કર્યું અને શરૂઆતમાં મહાન ડિરેક્ટર અને કલાકાર એવા શ્રી નિમેષ દેસાઈ સરના હાથ નીચે નાટકો કર્યા અને એમની સાથે ધ્રુવસ્વામીની દેવી, કાકાની શશી, સ્વામી વિવેકાનંદ, જેવા નાટકોમાં એકટિંગ અને ફાઈટ ડિઝાઇન કરી અને લોકો એ એમના કામ ને ખુબજ વખાણી ત્યાર બાદ મહાન કલાકાર એવા સિદ્ધાર્થ રાંદેરિયાનો પણ આરવ પ્રિય વિદ્યાર્થી રહ્યો અને મહાન દિગ્દર્શક એવા શ્રી નિસર્ગ ત્રિવેદીના નાટકોમાં પણ આરવ એક્ટર તરીકે કામ કરતો.

Aarav

ત્યાર બાદ આરવ ને રેડિયો માટેની તૈયારી શરુ કરી અને શ્રી શ્રીકાંત શાહ સર પાસે શીખવા જતો અને સતત 6 વર્ષ સુધી ( 2012 થી 2017 ) રેડીઓ ની સ્ક્રિપ્ટ અને મુવીનું ડિરેકશન કઈ રીતે કરવું એ શીખ્યું અને શ્રીકાંત સરના સ્ટુડન્ટ R.J દેવકી એ પણ આરવ ને રેડિયોમાં કઈ રીતે બોલવું અને કોઈ પણ વાત ને કઈ રીતે વ્યક્ત કરાય એનું શિક્ષણ આપ્યું. આરવ ને કંઈક કરી નાખવાની જંખના હંમેશા રેહતી અને તે અલગ – અલગ મુદ્દા પાર શોર્ટ ફિલ્મ બનાવતો. આરવે ઘણી શોર્ટ ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ, વેબ સિરીઝ કરી. એમની પ્રચલિત શોર્ટ ફિલ્મ પ્રેન્ક, ગોડ ફાધર 24/7 રહી છે. અને વેબ સિરીઝમાં ફરાળી ચેવડો પાર્ટ 1,2,3, જે ખુબજ કોમેડી અને રસપ્રદ વિષય પર છેં. અને એમના લેખક અને પ્રોડ્યૂસર R.J દીક્ષી હતા જે Radio cityમાં R.J છે ત્યાર બાદ આરવ ને મલ્હાર ઠાકરની ફિલ્મમાં એક રોલ ઓફર થયો અને તેમને મલ્હાર ની ફિલ્મમાં ફાઈટ ડિઝાઇન કરી. જે ખુબજ વખાણવા લાયક હતું .અને ખુશી વાત ત્યારે થઇ જયારે આરવ ને ZEE TV માંથી એક સીરીયલ માટે સિલેક્ટ કરવામાં આવ્યો. એ સીરીયલમાં આરવે 4 ઑડિશન આપીને ક્લીઅર કાર્યા પછી સિલેક્ટ થયો. અને ટૂંક સમય માં આરવ ZEE TVમાં “સાહિલ ” ના રોલમાં દેખાશે .આતો વાત કરી આરવની કલાકારીની દુનિયાની પણ આરવ એક એક્ટર ની સાથે – સાથે એક નિપુર્ણ સ્પોર્ટ્સ પર્સન પર છેં. જી હાં, આરવ નાનપણ થી પોતાના ગુરુ આઇડલ, કે પછી રોલ મોડલ કહો તે અક્ષય કુમારને માને છે. એમના થી પ્રેરણા મળતા આરવ 7માં ધોરણમાં હતો ત્યાર થી જ માર્શલ આર્ટ શીખવાનું શરુ કર્યું હતું જેમાં આરવે જાપાન થી 1st ડિગ્રી બ્લેક બેલ્ટ ની ડિગ્રી હાંસલ કરી છેલ્લા 15 વર્ષથી આરવ માર્શલ આર્ટમાં એકટીવ છે અને ઘણી બધી ચેમ્પિયનશિપ રમી છે. અને હાલમાં જ આરવે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ગુજરાતને સળંગ 4 થી વખત ગોલ્ડ મેડલ અપાવીને રેકોર્ડ કર્યો છે અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે. આની પેહલા પણ આરવે વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ઇન્ડિયા ને રિપ્રેસન્ટ કરી રહ્યો હતો તેમાં 10 દેશો ને હરાવીને ભારત ને ગોલ્ડ મેડલ અપાવીને ભારત દેશનું નામ રોશન કર્યું હતું. અને આ વખતે પણ બીજી વાર આરવ ભારતને પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલ છે. જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છેં .ઘણી અથાક મહેનત બાદ આરવ એ આ સિદ્ધિઓ હાંસલ કરી છેં અને આગળ પણ કરતા રહે એવી શુભેચ્છા છે.

Aarav

આરવ હાલમાં R.J છે અને પોતાના અવાજ થી લોકો ને મંત્રમુગ્ધ કરે છે. આરવનું કેહવું છે કે; ” મારી લાઈફમાં ઘણા લોકોનો મહત્વનો ફાળો રહ્યો છેં હું જયારે અલગ – અલગ જગ્યાએ ભટકતો હતો એકટિંગ શીખવા માટે ત્યારે મને કોઈ સરખી રીતે રેસ્પોનસ ન હતું આપતું, એવા દિવસોમાં મારો હાથ પકડનાર નિમેષ દેસાઈ સર, સિદ્ધાર્થ રાંદેરિયા સર, પરેશ રાવલ સર, ને હું ક્યારેય નહિ ભૂલી શકુ ,એમના આશીર્વાદ થી જ હું આજે આ લેવલે છું અને આગળ વધતો રહીશ, શ્રીકાંત સર મને હંમેશા કહેતા “લાઈફમાં કંઇક કરી નાખવાં માટે તમારી અંદર એક આગ હોવી જોઈએ ,જ્યાં સુધી તમે તમારા સપનાં ને પામી ના લો ત્યાં સુધી તમને ઊંઘ ના આવવી જોઈએ “. જે મને હંમેશા યાદ છે. હું કંઇક અચિવ કરવા માટે મથતો ને એમજ મને “kick” મળતી અને આજે પણ હું ઘણા લોકો થી કંઇક શીખતો રાહુ છું ને મારા જીવન માં ઉતારું છું .અને આવીજ રીતે લાઈફ માં મારે કંઇક ને કંઇક કરતા રહેવું છે “

Aarav

તો આપણે વાત કરી આરવ રાજપુત ઘણા સંઘર્ષ પછી આરવ રાજપુતે આજે એક ઊંચાઈ હાંસલ કરી છે અને આવી જ રીતે કરતા રહે તેવી અમારી શુભેચ્છા . ધન્યવાદ – પ્રશાંત બારોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *