’બદમાશી કરશે સત્તાપક્ષ !’ ‘નમાજ પઢશે ગુજરાત ! આપના પોસટરનો ફોટો એડીટ કરી વાયરલ કરાયો.

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર :બિલબોર્ડ/જાહેરાત બોર્ડમાં; આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળિયાનો દાઢી અને મુસ્લિમ ટોપી સાથેનો ફોટો મૂકી લખ્યું છે : ‘નમાજ પઢશે ગુજરાત ! ભાગવત કથા અને સત્યનારાયણની કથા જેવી ફાલતુ પ્રવૃતિ છોડો !’ 11 જુલાઈ 2021થી સોશિયલ મીડિયામાં આની ચર્ચા થઈ રહી છે. બિલબોર્ડ આમ આદમી પાર્ટીનું છે; પરંતુ તેમાં સાંપ્રદાયિકતાને ચગાવવા માટે આ પ્રકારનો ફેરફાર કર્યો હતો : [1] બિલબોર્ડમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાળિયા અને અરવિંદ કેજરીવાલના ફોટા છે. તેમાં ગોપાલ ઈટાળિયાની તસ્વીરમાં દાઢી અને મુસ્લિમ ટોપી જોડવામાં આવી. [2] હવે બદલાશે ગુજરાત’ની જગ્યાએ લખ્યું : ‘નમાજ પઢશે ગુજરાત’ [3] ‘ભાગવત કથા અને સત્યનારાયણની કથા જેવી ફાલતુ પ્રવૃતિ છોડો’ એવો ઉમેરો ગોપાલ ઈટાળિયાની તસ્વીર પાસે કર્યો

આ પણ વાંચો : ચમચાગીરીનું આભ ફાટ્યું !

‘ઓલ્ટ ન્યૂઝ’ની ખરાઈમાં આ બિલબોર્ડ ફેઈક નીકળ્યું છે. સાંપ્રદાયિકતા ફેલાવવાની આવી બદમાશી કરનાર કોણ હોઈ શકે? બિલબોર્ડમાં જે ફેરફારો કર્યા છે તે ગોપાલ ઈટાળિયાને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યા છે. ગોપાલની વધતી જતી રાજકીય સક્રિયતાને કારણે સત્તાપક્ષના પેટમાં દુખાવો ઉપડ્યો છે. શું છે આયોજન? [1] વિશ્વ હિન્દુ પરિષદ/બ્રહ્મ સમાજ દ્વારા ગોપાલ ઈટાળિયા સામે દરેક તાલુકા/જિલ્લા કક્ષાએ સનાતન ધર્મના અપમાન સબબ પોલીસ ફરિયાદ કરવી. [2] હિન્દુ સમાજ માટે કલંક રુપ બની ગયેલા ઈટાળિયા સાથે સ્ટેજ ઊપર બેસનાર પણ એટલાં જ દોષિત છે; તેથી તેમનો પણ વિરોધ કરવો. [3] કેજરીવાલ નક્કી કરે કે ગોપાલ જોઈએ છે કે હિન્દુ?

Fake Editing

કોર્પોરેટ કથાકારોની આલોચના કરવી તેમાં કંઈ ખોટું નથી. આટલી કથાઓ કરવા છતાં સમાજનું પછાતપણું દૂર થયું નથી; ઉલટાનું વધ્યું છે ! લોકશાહી વ્યવસ્થામાં, રાજાશાહી/સામંતવાદી મૂલ્યોનું રટણ કરવાનો કોઈ અર્થ ખરો? તેમાં ‘સનાતન ધર્મનું અપમાન’ કઈ રીતે થઈ જાય? સનાતન ધર્મનો ઠેકો લેનાર ગોપાલનો વિરોધ કરે છે; સવાલ એ છે કે સનાતન ધર્મ ઉપર ચોક્કસ વર્ગ/જાતિનો કોપીરાઈટ છે? ‘કેજરીવાલ નક્કી કરે કે ગોપાલ જોઈએ છે કે હિન્દુ?’ એવી હઠ કરનારાઓ એ સૂચવે છે કે ગોપાલનો વિરોધ રાજકીય કારણોસર થઈ રહ્યો છે. સનાતન ધર્મ તો બહાનું છે. ગોપાલ પોતે હિન્દુ છે; એટલે હિન્દુધર્મના નામે જે પાખંડો ચાલી રહ્યા હોય તેનો વિરોધ કરવાની તેની પવિત્ર ફરજ પણ છે. પાખંડની આલોચના કરનાર હિન્દુ ધર્મનું કલંક ન કહેવાય પરંતુ તેને ‘ધર્મ સંરક્ષક’ કહી શકાય; કિંમતી ઘરેણું કહી શકાય. દયાનંદ સરસ્વતીનું પુસ્તક ‘સત્યાર્થપ્રકાશ’ વાંચો; તેમાં મૂર્તિપૂજા/નામસ્મરણને પાખંડ કહ્યું છે. જ્યોતિરાવ ફૂલેનું પુસ્તક ‘ગુલામગીરી વાંચો; તેમાં હિન્દુ ઘર્મના પાખંડની સખ્ત આલોચના કરી છે. પેરિયારના પુસ્તકો વાંચો; તેમણે ઈશ્વર ઉપર જ પૂર્ણવિરામ મૂક્યું છે. ડો. ભીમરાવ આંબેડકરની 22 પ્રતિજ્ઞા વાંચો; તેમાં રામ/કૃષ્ણ/બ્રહ્મા/વિષ્ણુ/મહેશ/ગૌરી/ગણપતિને નહીં માનવાનું કહ્યું છે; બ્રાહ્મણો પાસે કોઈ ક્રિયાકર્મ નહીં કરવા જણાવ્યું છે. શું આ મહાપુરુષોએ ‘સનાતન ધર્મનું અપમાન કર્યું હતું? ના, ધર્મના નામે ચાલતા પાખંડનો સખ્ત વિરોધ કર્યો હતો. સવાલ એ છે કે સત્તાપક્ષને ‘સનાતન ધર્મ’ વતી બોલવાનો કોણે અધિકાર આપ્યો હશે? ‘નમાજ પઢશે ગુજરાત !’ આવા શબ્દો થકી મુસ્લિમ સમુદાયને ઊતારી પાડવાની માનસિકતા છલકાય છે ! ધર્મને નામે રાજકીય સત્તા ભોગવવાનું વ્યસન પડી ગયું છે એટલે નક્કી છે : ‘હવે બદમાશી કરશે સત્તાપક્ષ !’ વિચારો; કોઈ બિલબોર્ડમાં ગુજરાતના મુખ્યમંત્રીની તસ્વીરમાં ફેરફાર કરી મુસ્લિમ ટોપી અને દાઢી મૂકી હોય તો પોલીસ બદમાશને તાત્કાલિક પકડી પાડે; પરંતુ ગોપાલ ઈટાળિયાની તસ્વીરમાં સાંપ્રદાયિક ફેરફાર કરનારને શોધી ન શકે તે હેતુથી સત્તાપક્ષ પોલીસની આંખો પર કેસરી પાટા બાંધી દેશે !rs

Leave a Reply

%d bloggers like this: