સુધીર ચૌધરીને ટ્વીટર પર પોતાનાં અઢાર અંગો વાંકા છે; તેનો અહેસાસ થઈ ગયો!

  • સુધિર ચૌધરીને ટ્વીટર પર પોતાનાં અઢાર અંગો વાંકા છે; તેનો અહેસાસ થઈ ગયો! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર 

ઊંટ કહે: આ સભામાં,
વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને
પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી,
પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો,
વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી,
વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં,
શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું,
દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું,
આપનાં અઢાર છે !”

રમેશ સવાણી,  ભુતપૂર્વ IPS ઓફીસર : કવિ દલપતરામની આ કવિતા યાદ આવવાનું કારણ છે. 4 ઓગષ્ટ 2021ના રોજ નિડર પત્રકાર અજિત અંજુમે ઉત્તરપ્રદેશના એક કિસાનનો વીડિઓ યૂટ્યૂબ ઉપર અપલોડ કરેલ. તેમાં કિસાન કહે છે કે “370 હટવાથી કાશ્મીર ભારતમાં આવી ગયું; પહેલા પાકિસ્તાનમાં હતું !” અજિત અંજુમ પૂછે કે “આવું જ્ઞાન ક્યાંથી મેળવ્યું? શું ઝી ટીવી જૂઓ છો?” કિસાને કબૂલ કર્યું કે પોતે ઝી ટીવી જૂએ છે. ગોદી ચેનલો/પત્રકારો લોકોને સત્તાપક્ષના રોબોટમાં કેવા પરિવર્તિત કરે છે, તેનું આ ઉદાહરણ છે. અજિત અંજુમે આ વીડિઓ ટ્વીટર ઉપર શેયર કર્યો અને લખ્યું કે “PMના કટ્ટર સમર્થક અને ZEE Newsના કટ્ટર દર્શકના જ્ઞાનની વાતો સાંભળી લો. મોંઘવારી સાથે એમને કંઈ લેવા દેવા નથી; ભલે ડીઝલ 200 રુપિયે થઈ જાય !” ઝી ન્યૂઝના પત્રકાર સુધિર ચૌધરીથી આ સહન ન થયું, તેમણે ટ્વીટર ઉપર કહ્યું કે “પત્રકારના વેશમાં આ જે માણસ છે, તેણે એક વૃધ્ધ ગામડિયાના મોંમા પોતાના શબ્દો નાખવાની કોશિશ કરી. તેની મજાક ઉડાવી. આ લોકો ગામડાના માણસોને અભણ અને બેવકૂફ સમજે છે; પરંતુ છે એથી ઉલટું ! આ બેરોજગાર પત્રકાર ઈર્ષાની આગમાં શેકાઈ રહ્યો છે !”

Sudhir Chaudhary

સુધિર ચૌધરીની ‘ઊંટ મેન્ટાલિટી’ ઉપર સૌ તૂટી પડ્યા : “સુધીર ચૌધરી તો 100 કરોડની વસૂલી/ extortion કરતા કેમેરા સમક્ષ પકડાઈ ગયો હતો અને તિહાર જેલમાં પૂર્યો હતો ! એડિટર્સ બોડીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ! નોટબંધી વેળાએ 2000ની નોટમાં ચીપ છે; તેવું દિવ્ય સંશોધન કરી લોકોને મૂર્ખ બનાવ્યા હતા ! TRP માટે નકલી સ્ટિંગથી ટીચર ઉમા ખુરાનાને બદનામ કરી હતી; જેથી ઉમા ઉપર જીવલેણ હુમલો થયો હતો ! એક મહિના સુધી ચેનલ બંધ કરવી પડી હતી !” પત્રકાર અભિસાર શર્માએ ટ્વીટ કર્યું કે “તિહાડ specialist કલંક છે પત્રકારિતાના નામ પર. બેહૂદો પત્રકાર તો છે અને બેહૂદો ઈન્સાન પણ !” પત્રકાર વિનોદ કાપડીએ ટ્વીટ કર્યું કે “સુધિર, હું આંકડો જાણું છું છતાં નહીં કહું. પણ જેને તું ‘બેરોજગાર પત્રકાર’ કહે છે; તે માત્ર સત્ય અને ઈમાનદારીના સહારે પત્રકારિતા કરીને, દર મહિને સરકારી દાડીવાળા તિહાડી સંપાદકો કરતા બે ગણા કમાય છે ! તું તારા આકાને કહીને IT raid કરાવી શકે છે !” પોતાનામાં હજાર દોષ હોય અને બીજાનો દોષ કાઢીએ તો લોકો મજાક ઉડાવે છે ! દિગમ્બર જ્યારે બીજાના કપડા ખેંચે તો શું થાય? કહેવત છે કે કાચના ઘરમાં રહેનારે બીજાના ઘર પર પથ્થર ફેંકવા ન જોઈએ. પોતાના અઢાર અંગો વાંકા છે; તેનો અહેસાસ ટ્વીટર ઉપર સુધિર ચૌધરીને થઈ ગયો!rs

Leave a Reply

%d bloggers like this: