ખેડાના, કપડવંજ તાલુકાના વઘાસ પ્રા.શાળા ખાતે દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી અનોખો વૃક્ષારોપણ યોજાયો.

  • ખેડાના, કપડવંજ તાલુકાના વઘાસ પ્રા.શાળા ખાતે દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી અનોખો વૃક્ષારોપણ યોજાયો.
  • વિદ્યાર્થીઓના શેરી શિક્ષણ સાથે જોડી વૃક્ષોનો મહત્વ વિશે પ્રોજેક્ટ કાર્ય આપ્યું.
  • ‘વૃક્ષ મારા દોસ્ત’ વિષય પર બાળકો કરશે પ્રોજેક્ટ કાર્ય.
  • શાળાના વિદ્યાર્થીઓને ઘરે જઈ રોપા આપ્યા અને વાવવામાં આવ્યા.

કપડવંજ : વઘાસ પ્રાથમિક શાળામાં અને ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમા શાળા પરિવાર દ્વારા સમુદાયમાં જઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ઘરે જઈ છોડવા આપવામાં આવ્યા. અને સાથે રહી રોપણ કરવામાં આવ્યું. જેમાં, “વૃક્ષ મારા દોસ્ત” સ્લોગન દ્વારા બાળકોને વૃક્ષનું મહત્વ અને ઉપયોગીતા વિશે સમજાવ્યું. આજ રોજ લીમડો, જામફળ, તુલસી , અરડૂસી, એલોવીરા જેવા 50 જેટલા છોડ વાવવામાં આવ્યા. શાળા પરિવાર દ્વારા શેરી શિક્ષણ કાર્ય સાથે જોડી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવતા કેટલાક સવાલો પર પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવ્યું જેમાં, બાળકો તેમના માતા પિતા અને વાલીઓ તેમજ શિક્ષકોની મદદ લઇ પ્રોજેક્ટ કાર્ય કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ છોડ એ બાળક સમાન છે એના ઉછેર પહેલાં એનું મરણ ન થાય એની તકેદારી રાખવી તેનું એક બાળકની જેમ જતન કરવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઈ ડાભી સાહેબ, બીટ નિરીક્ષકશ્રી. સિસોદિયા સાહેબ, બી.આર.સી. કૉ. ઓર્ડીનેટર ઇન્દ્રવિજયસિંહ પરમાર સાહેબ તેમજ સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ, લીઓ કલબના ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ડાયરેકટર ચિરાગ પરમાર તેમજ દોસ્ત ફાઉન્ડેશનના સ્થાપક અનિલ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીતુભાઇ પટેલ અને શાળા પરિવાર દ્વારા દરમિયાન સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *