એક શાળા જે સંઘર્ષથી સફળતા સુધી પહોંચી – ગુણવત્તાસભર તથા દીવાદાંડીરૂપ શાળા રાજપુર પ્રાથમિક શાળા

સતીષ પરમાર : દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવે છે તેમાં કામ કરવું ખૂબ કઠિન બની રહે છે ઘણી વખતે વાલીઓએ બહારગામ જવું પડે છે આ ઉપરાંત અનેક નાના મોટા પડકારો છે. જેની વચ્ચે આજે આપણે વાત કરવાની છે દાહોદ જિલ્લાના ૯ તાલુકા પૈકી દાહોદ શહેર થી દૂર છે કિલોમીટર ના અંતરે આવેલી એક ગુણવત્તાસભર તથા દીવાદાંડીરૂપ શાળા રાજપુર પ્રાથમિકશાળા.

Rampur school

ભારતને આઝાદી મળ્યા ના ટૂંક સમયમાં જ આ શાળા સથાપાઈ હતી . જેની સ્થાપના તારીખ છે ‌ – ૩૧-૧૨-૧૯૫૩ના રોજ આ શાળાની સ્થાપના થઇ હતી ત્યારથી લઈને આજદિન સુધીમાં એ શાળામાં અનેક લોકો અભ્યાસ કર્યો છે . આ શાળાએ સામાજિક, આર્થિક , રાજકીય , સંરક્ષણ તેમજ અનેક ક્ષેત્રે નામી અનામી વ્યક્તિઓ આપ્યા છે. દાહોદ તાલુકાની કુલ ૨૬૨ શાળાઓ પૈકી સરકારી મૂલ્યાંકન તથા અન્ય ધારાધોરણો પર અવવલ ને ગુણાંકનમા પ્રથમ નંબર મેળવી ને એ (A) ગ્રેડમાં સ્થાન મેળવનાર શાળા એટલે “”રાજપુર પ્રાથમિક શાળા “” . સમગ્ર ૯ તાલુકાઓ પૈકી દાહોદ તાલુકા માં પ્રથમ નંબરે આવી છે હવે આપણે વાત કરીશું તેના સફળતાના શિખર સુધી જવાની.

આ પણ વાંચો.: દૈનિક ભાસ્કર ગ્રુપે 700 કરોડ રૂપિયાની કર ચોરી કર્યાનો IT વિભાગનો આરોપ

આ શાળાને રાજપુર ગામની કુલ વસ્તી અંદાજિત ૩૦૦૦ જેટલી છે. જેમાં બહુમૂલ્ય વસ્તી એ આદિવાસી ની છે. જેમાં સ્થાનિક તથા જિલ્લા કક્ષા સુધીના રાજકારણમાં જ શાળામાંથી સફળ નેતૃત્વ કરનારા વ્યક્તિ આપ્યા છે. ગામ ની આ શાળા એ માસૂમ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જીવન ઉપયોગી સંસ્કાર આપે છે. તો વળી આઝાદી બાદ તુરત સ્થપાયેલા આ શાળા માંથી અભ્યાસ કરયૉ બાદ હાલમાં પણ કુલ ૧૦ જેટલા જવાનો અલગ અલગ ક્ષેત્રમાં સંરક્ષણ વિભાગ માં ફરજ બજાવે છે. શાળામાં કુલ ૩૭૩ વિદ્યાર્થીઓ છે જ્યારે આચાર્યશ્રી સાથે મળીને કુલ ૧૩ શિક્ષક ભાઈ બહેનો પોતાની ફરજ અદા કરે છે . જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ ના પ્રોફેસર શ્રી મુકેશભાઈ ડામોર ના સંતાન એવા તેમના સુપુત્ર પણ આ સરકારી શાળામાં છે. તો વળી આ જ શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ ના બંને દીકરા અને દીકરી અનુક્રમે ધોરણ ૨ અને ૭ માં અભ્યાસ કરે છે તેઓ પણ આ સરકારી પ્રાથમિક શાળામાં જ પોતાના સંતાનોને પણ આવે છે. આ ઉપરાંત શાળા પરિવારના કુલ શિક્ષકો પૈકી ના અન્ય શિક્ષક મિત્રો ના સંતાનો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે જે સાબિતી આપે છે કે આ શાળામાં શિક્ષણ ગુણવત્તા અને વ્યવસ્થા કેટલી ઉત્તમ હશે.

Satish parmar

શાળા અત્યાર સુધીમાં પર્યાવરણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ, શાળામાં કિચન ગાર્ડન , ઔષધિય બાગ તથા અન્ય પ્રવૃત્તિઓ થકી ભૌતિક વાતાવરણ જીવંત બનાવ્યું છે. જેમાં પ્રકૃતિની સાથે સ્વચ્છતા ઉપરાંત અન્ય વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન પણ અપાય છે. જ્યારે તાલુકા તથા જિલ્લા કક્ષા ની સ્પર્ધાઓમાં જેવી કે ગણિત-વિજ્ઞાન, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ તથા અન્ય ક્ષેત્રોમાં જિલ્લા કક્ષા સુધી પ્રતિનિધિત્વ મેળવ્યું હતું. એ સાબિતી આપે છે કે અહીં શિક્ષણની સાથે સાથે સંસ્કાર તેમજ શારીરિક ક્ષમતા ઉપર ખૂબ સારું કામ થઇ રહ્યું છે . શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની પૂર્વ તૈયારી થાય તે માટે થઈને “”રાત્રી વાંચન “” સ્વખર્ચે તથા સમય દાન આપીને સતત બે વર્ષથી વધુ સમય ગાળા દરમિયાન આ કાર્ય કરી રહ્યા છે. આવનાર સમયમાં સમાજમાં તથા શાળામાં રવિવાર તથા શાળા સમય બાદ થી વ્યસનમુક્તિ તથા શારીરિક અભ્યાસ વર્ગોની પૂર્વ તૈયારીઓ હાલ ચાલી રહી છે.

Government sachool

માનનીય શિક્ષણ નિયામક સાહેબ શ્રી એ પણ બી. આર .સી સાહેબ પાસેથી આ શાળા અંગે વધુ વિગતો મેળવી હતી તેમજ આ અંગે સરકાર આ અંગેની નોંધ લીધી છે. જેમાં શાળા કક્ષાએથી એસ.ડી.પી પ્લાન મુજબ તમામ નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરેલ છે . આ ઉપરાંત બાળકોમાં નિષ્ઠા અને એકતા માટે તેમ જ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે રાહત દરે ” રામહાટ” પણ ચાલુ છે. ભૂગર્ભ હોય પૂરતા રૂમોની વાત હોય, રમતનું મેદાન હોય કે અન્ય ભૌતિક સુવિધાઓ આ શાળાની અંદર જરૂરિયાત પૂર્ણ છે.

આ શાળામાં એક બહેનને પ્રતિભાશાળી બેન શ્રી ડામોર તેજલબાળા તેમજ ભગોરા શારદાબેનને સારી કામગીરી બદલ ગુરુપૂર્ણિમાએ પંચાયત તથા આચાર્ય શ્રી તેમજ એસએમસી દ્વારા વિશેષ સન્માન કરેલ છે. આચાર્યશ્રીને કલોલ શાળા કક્ષાએ શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવેલ છે આ ઉપરાંત અવંતિકા ફાઉન્ડેશન દિલ્હીથી પણ આ શાળાને એવોર્ડથી સન્માનિત કરેલા છે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી તત્કાલીન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વાલિયા તાલુકામાં સારા કાર્યોની નોંધ મુલાકાત અને શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ ને અંગત શુભેચ્છાઓ પાઠવી છે. આ શાળાની અંદર લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે જેમાં હાલમાં ચાલી રહેલી કોરોના કાળ દરમિયાન અને જનજાગૃતિ અભિયાન આયુર્વેદિક ઉકાળાનું વિતરણ જરૂરિયાતને મદદરૂપ થવું દરેક રાજકીય ધાર્મિક તેમજ સામાજીક તહેવારોનો ઉત્સાહભેર ઉજવણી તેમજ ભાગ લીધેલા પૈકી વિજેતાઓને ઇનામ વિતરણ કરવું દર વર્ષે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ રાખીને પ્રશસ્તિપત્ર તેમ જ પ્રગટ સ્વરૂપે પુસ્તકો આપવા ગાંધી જયંતિ ઉજવણી વૃક્ષારોપણ કાર્યક્રમ વનભોજન શિક્ષકદિન સ્વચ્છતા અભિયાન આરોગ્ય વિશે કેમ્પો બાળાઓ અગ્ર સચિવ શ્રી મિશ્રા સાહેબ દ્વારા મુલાકાત તથા પ્રોત્સાહન પણ આ બાબતોને લઈને આપેલું છે.
એવું કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને જો મનમાં ધગશ હોય તો તમે સમાજ સેવા શિક્ષણની સાથે કરી શકો છો આ ઉક્તિને સાર્થક કરતા 30 રૂપિયા 30 અભાવ તથા પંચાયત અને સરકારી લાભો જનજન સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્રની સાથે રહીને તેનો પ્રચાર પણ કર્યો છે લોક સાહિત્યથી તેમણે પોતાની શાળાની અંદર લાઈટ ની પણ સંપૂર્ણ બિલ્ડિંગમાં સુવિધા કરી છે આ ઉપરાંત વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધીમાં એ ગ્રેડ સુધીની સફરમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે તો સદર શાળા તમામ ભૌતિક શૈક્ષણિક તેમજ શાળાકીય પ્રવૃત્તિઓ માં પોતે અગ્રેસર રહીને સમગ્ર દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકા નું નામ રોશન કરેલ છે જે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ અને અન્ય શાળાઓ આ જ શાળા પાસેથી પ્રેરણા લઇ અને પોતે ખૂબ ઉમદા કાર્ય કરે એજ અભ્યર્થના સહ.

Sachool

શાળાની વિશેષતાઓ


૧. ગણિત-વિજ્ઞાન માં જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ
૨. કલા ઉત્સવ માં જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ
૩. ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ
૪. વર્ષ ૨૦૨૧ -૨૨ એ ગ્રેડ
૫. પંચાયતો દ્વારા આચાર્યશ્રી તથા શાળા પરિવાર નુ વિશેષ સન્માન
૬. અવંતિકા ફાઉન્ડેશન દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા વિશેષ સન્માન
૭. રાત્રી વાંચન વર્ગો ધોરણ ૯ થી ૧૨ માટે શરૂ કરનાર
૮. દાહોદ શહેર તથા અન્ય સાત સ્નાતક સંસ્થાઓ માટેની તાલીમની પ્રથમ પસંદગી
૯. તમામ દિન વિશેષ ઉજવણી
૧૦. વિશેષ પ્રાર્થના સભા જેમાં સમગ્ર સંચાલન બાળકો થકી.
૧૧. કરેલી કામગીરી બદલ બનાસકાંઠા સ્થિત સેવા સમિતિ દ્વારા વિશેષ સન્માન..

લેખન : શ્રી સતીષ પરમાર
સંકલન : 
શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ

Leave a Reply

%d bloggers like this: