રાકેશ અસ્થાનાની નિયુક્તિ વિરૂદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો

CBIના પૂર્વ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. અસ્થાનાની નિયુક્તિ પર કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષ નેતા રામવીર બિધૂડીએ સદનમાં કહ્યુ કે સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો પાસે રાકેશ અસ્થાના વિશે જાણકારીનો અભાવ છે. 2001માં તેમણે પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો શાનદાર સેવાઓ માટે. 2009માં દેશમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે રાકેશ અસ્થાનાને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો. જ્યારે તેમને દેશના રાષ્ટ્રપતિ સમ્માનિત કરી રહ્યા છે તો આપણે બધાએ રાકેશ અસ્થાનાની નિયુક્તીનું સ્વાગત કરવુ જોઇએ.

આ પણ વાંચો : સુરતના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ સુરત પોલીસ વેલ્ફેરના 20 કરોડ કોને આપ્યા?

મહત્વપૂર્ણ છે કે રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. આ પહેલા એસએન શ્રીવાસ્તવે દિલ્હી પોલીસ કમિશનરનું પદભાર સંભાળ્યુ હતુ પરંતુ જૂનમાં જ તેમનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો. જે બાદ આઇપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને લુક આફ્ટર ચાર્જ આપવામાં આવ્યો હતો પરંતુ હવે રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી આપતા દિલ્હી પોલીસના કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાકેશ અસ્થાના આ પહેલા બીએસએફના ડીજી પદ પર કાર્યરત હતા. અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના આઇપીએસ અધિકારી છે. બીએસએફ ડીજી સાથે સાથે તે એનસીબી ચીફનું પણ પદ સંભાળી રહ્યા હતા.

જ્યારે 2018માં અસ્થાના વિરૂદ્ધ કરોડોની લાંચ લેવાના આરોપ લાગ્યા તો તત્કાલીન સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માએ તેમના વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી હતી પરંતુ સરકારે આલોક વર્માને હટાવીને નાગેશ્વર રાવને સીબીઆઇ ડિરેક્ટર બનાવી દીધા હતા.

Leave a Reply

%d bloggers like this: