આજ રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક સંદેશ. ‘હમ સબ એક હૈ’

આજ રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક સંદેશ… હમ સબ એક હૈ
કોરોના મહામારી પછીથી સમગ્ર વિશ્વને માનવધર્મ સર્વોપરી છે અને પ્રકૃતિ સૌથી શક્તિશાળી છે એ બાબત જોવાઈ આવી છે. આવા સમયે પૂર્વ ના ઊગતો પ્રદેશ દાહોદે સમગ્ર મહિસાગર, પંચમહાલ તથઃ દાહોદ ના એસ સી એસ ટી માઈનોરીટી તથા વંચિત શોષિત પીડિત લોકોએ ભેગા મળીને આદિવાસી દિવસ ની વૃક્ષારોપણ કરીને ઉજવણી કરી.

Adivasi Day

આ તબક્કે સમાજના વિવિધ આગેવાનો આદિવાસી પરિવારનના સૌ સભ્યો તથા આદિવાસી પરિવારના સંનિષ્ઠ ને સફળ નેતૃત્વધારી શ્રી કેતનભાઈ બામણીયા, ગોવિંદ ભાઈ ડામોર , શ્રી નરેન્દ્ર ભાઈ ડાંગી , શ્રી મહેશભાઈ ભુરિયા, ભાઈ શ્રી અજયભાઈ ડામોર, શ્રી વાસુદેવ ભાઈ, શ્રી વિરલ ભાઈ નાગોરી , શ્રી ચાચા , શબ્બીર ભાઈ યાદગાર વાલા, પ્રફુલ્લ પીઠાયા , વિશાલભાઈ પીઠાયા, શ્રી અજયભાઈ વાઘેલા, જેઓ સતત આપણા સમુદાય સાથે હરહંમેશ પડખે રહે છે. આ ઉપરાંત સમગ્ર આદિવાસી પરિવારના સૌ‌ વડીલો મોભીઓ હાજર રહ્યા હતા.
એમ તો પૃથ્વીના સાચા માલિક ને ભારતના મૂળ નિવાસી એવા આદિવાસી ભાઈઓ તથા બહેનોએ અપનાવેલી જીવન શૈલી સમગ્ર વિશ્વ એ કેમ અપનાવવી જોઈએ તે બાબતે વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા યુ નો કહી ચૂકી છે. કુદરત સાથે તાલ મિલાવી જીવતા હર હંમેશ સમગ્ર કુદરતી સંપત્તિ ને પોતાના દેશ દેવી તરીકે પૂજતા આ આદિવાસી સમાજે સમગ્ર વિશ્વનો માગૅદાતા બન્યો છે. વિવિધ મહામારી ઓ હોય કે કુદરતી આફતો આ સમયે આ આદિવાસી જીવનશૈલી તથા એમની જીવન ની રીત જ આપણને બચાવી શકે છે ‌. આદિવાસી એ પ્રકૃતિ પૂજક રહ્યો છે ‌ જેમણે સમગ્ર જીવો માટે જરૂરી છે એવી હવા પાણી ખોરાક વન પયૉવરણ જીવ જગતનું પોતાના જીવના ભોગે રક્ષણ જતન અને સંવર્ધન કર્યું છે. આફ્રિકા ના જંગલો હોય કે પછી અમેરિકાના મૂળ નિવાસી લોકો કે પછી ભારતના મૂળ માલિક એવા આદિવાસી હોય તેમણે સતતપણે આ કુદરતની શક્તિ ખજાનો અને એના ઉપકારો યાદ રાખીને પોતાનું જીવન ગુજાર્યું છે.

Adivasi

આજના આ દિવસે સમગ્ર સમાજે પોતાનું કુદરત પ્રકૃતિ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરતા વૃક્ષારોપણ, શૈક્ષણિક સુધારાઓ તથા સામાજિક સુધારણા પર પણ વિશેષ ચચૉ ઓ કરીને સૌ એક બને નેટ બંને તેવા પ્રયત્નો કરતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી.

જય ભીમ જય જોહાર જય સંવિધાન જય પ્રકૃતિ ..
અવાજ દો હમ સબ એક હૈ.

– સતિષ પરમાર ( દાહોદ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *