મંત્રીમંડળમાં ફેરફાર એ તો નિષ્ફળતા છૂપાવવાનો મેકઅપ છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : વડાપ્રધાનને 7 જુલાઈ 2021ના રોજ પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરુર કેમ પડી હશે? શું દેશનો વહિવટ બરાબર ચાલતો ન હતો કે સત્તાપક્ષના વહિવટમાં ખામી હતી? જે મંત્રીઓને પડતા મૂક્યા તેમની પસંદગી અગાઉ વડાપ્રધાને નહોતી કરી? એમની પસંદગી કરવામાં ભૂલ થઈ હતી? શું પ્રામાણિક નેતાને મંત્રી બનાવવાની ઈચ્છાથી ફેરબદલ કરેલ છે?

મંત્રી તરીકે પ્રથમ ક્રમાંકે શપથ લેનાર મહારાષ્ટ્રના નારાયણ રાણે હતા; એમની અને એમના પરિવાર ઉપર EDએ 300 કરોડ રુપિયાનો મની લોન્ડરિંગ કેસ કરેલો છે. આમાં મજબૂત અને સશ્કત ભારતનું નિર્માણ થઈ શકે? આમાં વડાપ્રધાન પાસે પ્રામાણિક્તાની અપેક્ષા રાખવી એ મૃગજળ સમાન છે !

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ચાર શહેરોમાં ૧૦૦ની પાર

વડાપ્રધાન પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અને આગામી વિધાનસભાઓની ચૂંટણીને અનુલક્ષીને નવા 43 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગોદી મીડિયા ‘PMની ડ્રીમ ટીમ’નું માર્કેટિંગ કરશે. શામાટે મંત્રીઓને પડતા મૂક્યા તેની ચર્ચા જોવા નહીં મળે. આમ જોઈએ તો મંત્રીમંડળ નામનું જ છે. બધા નિર્ણયો વડાપ્રધાન પોતે લે છે. કંઈ પણ સારું થાય તેનો જશ લેવાનો અને કંઇ ખરાબ બને તો બીજાને દોષ આપવાનો; એ વડાપ્રધાનની મોડસ ઓપરેન્ડી છે ! કોરોના મહામારીની બીજી લહેરમાં ICU બેડ/ઈન્જેક્શન/દવાઓ/વેન્ટિલેટર/ઓક્સિજન/વેક્સિન/ડોક્ટર/મેડિકલ સ્ટાફના અભાવે રોજે હજારો લોકોના મોત થયા. નાક બચાવવા મોતના આંકડા છૂપાવ્યા; લાશો ગંગા નદીમાં તરતી રહી ત્યારે દેશ અને દુનિયામાં વડાપ્રધાનનું નાક કપાઈ ગયું ! મંત્રીમંડળમાં ફેરફાર એ તો નિષ્ફળતા છૂપાવવાનો મેકઅપ છે !rs

Leave a Reply

%d bloggers like this: