8Eyes પ્રોડક્શન હાઉસ અને મનન દવે દ્વારા ફિલ્મ સ્ટાર સાથે INDO-PAK બોર્ડરની નાડાબેટની મુલાકાત

ગુજરાત ટુરિઝમના સહયોગથી ઢોલીવુડ કલાકારો, અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે એક દિવસીય પ્રવાસન સ્થળ તરીકે જેને વિકસાવવામાં આવ્યું છે તેવા ઇન્ડો પાક બોર્ડર નડાબેટની મુલાકાતનું આયોજન તા. 02 જૂન 2022 ના રોજ કરવામાં આવ્યું હતું.

ભારતના ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા હાલમાં જ નડાબેટ સીમા દર્શનની નવી શરૂવાત કરી દેશ વિદેશના લોકોને આ સ્થળની મુલાકાત લેવા કહેવામાં આવ્યું હતું.

NadaBet

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નડાબેટ સીમાદર્શનનો એકવાર દરેક વ્યક્તિએ મુલાકાત કરવી જોઈએ તેવું સૂચન કર્યું હતું.આ ખાસ ટ્રીપમાં હાજર રહેલા તમામ ગુજરાતી ફિલ્મ ઇન્સ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારો, સોસિયલ મીડિયા ઈંફ્લુએનસર્સ , મીડિયા જગતના લોકો સાથે જ તમામ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતાં.

ગુજરાત ટુરિઝમના સહયોગથી આયોજન કરવામાં આવેલી આ ટ્રાવેલ ટ્રીપમાં ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર હિતેનકુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓએ નડાબેટ બોર્ડર પર આવી આપણાં આર્મી ના જવાનો સાથે સમય વિતાવી ઇન્ડિયન આર્મીના જવાનો ને સાચા હીરો ગણાવ્યા હતા કે જેઓ ગરમી, ઠંડી કે કોઈ પણ વાતાવરણમાં આપણા દેશની રક્ષા કરે છે.

Hiten kumar

આ સાથેજ અન્ય જાણીતાં કલાકારોમાં આકાશ ઝાલા, ઉર્વશી હરસોરા, તૃપ્તિ જાંબુચા, મનીષ પાટડીયા જેવા ઘણાં બધ જાણીતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ધુમ મચાવતા સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ ઇવેન્ટમાં આવી ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા અને કલાકારોએ દરેક દેશવાસીઓને ઇન્ડો પાક બોર્ડર પર આવેલ નડાબેટની એકવાર મુલાકાત લેવા પોતાના સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત ટુરિઝમનો સહયોગ આવકારદાયક હતો કે જેમના પ્રયત્નો અને વ્યવસ્થાઓ દ્વારા આ ટ્રીપ ને સફળતાપૂર્વક પુરી કરવામાં આવી હતી.

NadaBet

વધુમાં વાત કરતાં આયોજકોએ જણાવ્યું હતું કે, અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળે છે, સાથે બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળે છે.

ગુજરાત ટુરિઝમ દવારા 125 કરોડના ખર્ચે નાડાબેટ સીમાદર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.

ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. પ્રોજેકટમાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે.પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.

સીમાદર્શન પર આવનાર પ્રવાસીઓને જમવા માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સારી એવી વ્યવસ્થા છે.નડાબેટ બોર્ડર સીમા દર્શન ઉપર એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભારતની દરેક સરહદના સ્મૃતિચિત્રો અને માહિતીસભર વસ્તુઓ સાથે જ 1971 થી લઈ કારગિલ યુદ્ધ માં ઉપયોગમાં લેવાનાર હથિયારોનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. પ્રવાસીઓમાં બાળકોને આ પ્રદર્શની ખાસ નિહાળવી જોઈએ જેથી તેઓને પણ આપણા દેશ પ્રત્યેની ભાવના અને દેશપ્રેમની લાગણી નો અનુભવ થાય.

NadaBet

આ સ્થળ પર દરરોજ સાંજે બીએસએફ, સીમા દળ દ્વારા પરેડ કરવામાં આવે છે.

જેમાં પરેડ સાથે જવાનોના શૌર્યની વાત પણ જાણવાં મળે છે.બોર્ડર પર બીએસએફ કઈ રીતે કામગીરી કરે છે તે પણ પ્રવાસીઓ અહીં આવીને જાણી શકે છે.‌ એમ કહી શકાય કે, અહીં મ્યુઝિયમ સહિતની પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કલાકારો દ્વારા સમગ્ર ગુજરાત અને દેશના લોકોને આહવાન કરવામાં આવ્યું કે, સીમાદર્શન પર ખાસ આવો અને સરહદની રખેવાળ કરતા આપણાં વીર જવાનોના સાહસને બિરદાવવાનો એક અવસર બની રહે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદની પ્રખ્યાત પિંક ટ્રાવેલ્સ નો સહયોગ મળ્યો હતો જેમની આરામદાયક બસમાં કલાકારોએ આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત લીધી, સાથે જ જાણીતી બેવરેજ કંપની ફુઝી, હિયરિંગ બ્રાન્ડ “વિ હિયર” અને આરવી’સ કેફે નો સહયોગ મળ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલ જાંબુચા, મનન દવે, જાણીતા ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલ, દર્શન પુરોહિત, શુકન ભટ્ટ અને બંને આયોજકોની ટીમ સાથે જ ગુજરાત ટુરિઝમના અધિકારીઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *