હાઈકોર્ટના આદેશ બાદ : મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું આપ્યું

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ ખડે પગે સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ પોતાની પણ અલગ સમસ્યા સામે લડી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3,000 જુનિયર ડોક્ટર્સે ગુરુવારે પોત-પોતાની કોલેજના ડીનને સામુહિક રાજીનામું આપ્યું છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાની વિવિધ માંગણીઓને લઈ 3 દિવસ પહેલા હડતાળ પર ઉતરેલા 6 સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સને ગુરૂવારે 24 કલાકમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ આશરે 3,000 જુનિયર ડૉક્ટર્સે સામૂહિક રાજીનામુ આપી દીધું હતું.

મધ્ય પ્રદેશ જુનિયર ડૉક્ટર્સ અસોસિએશન (જૂડા)ના અધ્યક્ષ અરવિંદ મીણાના કહેવા પ્રમાણે પ્રદેશની 6 મેડિકલ કોલેજના આશરે 3,000 જુનિયર ડૉક્ટર્સે ગુરૂવારે પોતપોતાની મેડિકલ કોલેજીસના ડીનને સામૂહિક રાજીનામુ આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડૉક્ટર્સના એનરોલમેન્ટ રદ્દ કરી દીધા છે માટે હવે તેઓ પરીક્ષામાં કેવી રીતે બેસશે.

Doctor Regine

પીજી કરી રહેલા જુનિયર ડૉક્ટર્સને 3 વર્ષમાં ડિગ્રી મળે છે જ્યારે 2 વર્ષમાં ડિપ્લોમા મળે છે. મીણાએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકારવા તેઓ ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા મારશે. તેમણે મેડિકલ ઓફિસર્સ અસોસિએશન અને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોસિએશન તેમના સાથે હોવાની માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે આ મહામારીના સમયમાં મધ્યપ્રદેશની 6 સરકારી મેડિકલ કોલેજના લગભગ 3000 વિદ્યાર્થી પોતાની માંગને લઈને આ સોમવારથી હડતાલ પર છે. જુનિયર ડોક્ટર્સની માંગ છે કે તેમના માનદમાં વધારો કરવામાં આવે તેમજ પરિવારમાં કોઈ વ્યક્તિના કોરોના સંક્રમણના તેમને મફત સારવાર આપવામાં આવે. ખાનગી સમાચાર અનુસાર એક ડોકટરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે તેમની માંગણીઓ 28 દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ આ મામલે કંઈ થયું નથી.

Leave a Reply

%d bloggers like this: