2020માં મોટા ભાગની પેસેન્જર ટ્રેનો બંધ છતાં રેલવે ટ્રેક પર 8733 લોકોનાં મોત, મોટાભાગે પરપ્રાંતીય મજૂર

૨૦૨૦માં કોરોના અને લોકડાઉનને પગલે મોટા ભાગની પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં રેલવેના ટ્રેક પર ૮૭૦૦ લોકોનાં મોત થયા છે અને મૃતકોમાં મોટે ભાગે પરપ્રાંતીય મજૂરોનો સમાવેશ થાય છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. મધ્ય પ્રદેશના એક એક્વિસ્ટ દ્વારા રાઇટ ટુ ઇન્ફરમેશન એક્ટ (આરટીઆઇ) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવે બોર્ડ દ્વારા જાન્યુઆરી, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા લોકોના આંકડા જાહેર કર્યા હતાં. રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૦ દરમિયાન રેલવે ટ્રેક પર ૮૭૩૩ લોકોનાં મોત થયા છે અને ૮૦૫ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા લોકોમાં મોટે ભાગે પરપ્રાંતીય મજૂરો હતાં. આ મજૂરોએ ચાલીને ઘરે જવા માટે રેલવે ટ્રેક પસંદ કર્યો હતો કારણકે ટ્રેનના રૃટ રોડ અને હાઇવે કરતાં ટૂંકા હોય છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં 16 મજૂરો માલગાડી નીચે કપાઇ ગયા હતા તે ખુબ દર્દનાક હાદસો હતો. આ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા અને ટ્રેનો બંધ છે એવું વિચારીને ટ્રેક પર સૂઈ ગયા હતા

આ પણ વાંચો – વેક્સિનને લઇને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કહ્યું- વેક્સિન ખરીદીનો પુરેપુરો હિસાબ રજૂ કરો

કોરોના વાઈરસના સંક્રમણના કારણે ગત વર્ષે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના પગલે મોટાભાગની પેસેન્જર ટ્રેન સર્વિસ બંધ રહેવા છતાં 2020માં લગભગ 8,700 લોકો રેલવેના પાટા પર કચડાઈને મોતને ભેટ્યા હતા. એમાંય મૃતકોમાં મોટાભાગના પ્રવાસી મજૂરો હતા. રેલવે બોર્ડ દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર 2020 વચ્ચેના સમયમાં આવા મોતના આંકડા સંદર્ભે મધ્ય પ્રદેશના RTI એક્ટિવિસ્ટ ચંદ્રશેખર દ્વારા RTI અંતર્ગત પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જણાવાયું છે. રેલવે બોર્ડે કહ્યું છે કે, રાજ્ય પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતોના આધારે 805 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2020ની વચ્ચે 8,733 લોકો રેલવે પાટા પર મોતને ભેટ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ શ્રમિકોએ રેલવે પાટા પરથી પસાર થવાનો વિકલ્પ એટલા માટે પણ પસંદ કર્યો, કારણ કે, તેનાથી તેઓ લોકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે પોલીસથી બચી શકે તેમ હતા. આટલું જ નહીં, તેમનું માનવું હતું કે, રેલવે પાટા પરથી જતા તેઓ રસ્તેથી ભટકશે પણ નહી. પ્રવાસી મજૂરોએ એવું માન્યું હોવું જોઈએ કે, લૉકડાઉનના કારણે કોઈ પણ ટ્રેનો નહીં ચાલતી હોય. ગત વર્ષે ટ્રેનો દ્વારા કચડાઈ જવાના કારણે થયેલી મોતનો આંકડો અગાઉના છેલ્લા 4 વર્ષોની સરખામણીમાં ભલે ઓછો હોય, પરંતુ સંખ્યા તો પણ ઘણી મોટી છે કારણ કે, 25 માર્ચથી કોરોના મહામારીને પગલે લૉકડાઉનની જાહેરાત બાદ પેસેન્જર ટ્રેનો બંધ હતી.

Leave a Reply

%d bloggers like this: