દિલ્હીમાં બાળા ઉપર રેપ કરી, તેની હત્યા કરી નાખી ! તંત્રનો આત્મા ત્યારે જ જાગે જ્યારે ઊહાપોહ થાય !

  • તંત્રનો આત્મા ત્યારે જ જાગે જ્યારે ઊહાપોહ થાય !
  • બેહદ શરમજનક ! વિચારી ન શકાય તેવા ધૃણાસ્પદ ગુનાઓ બની રહ્યા છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : બેહદ શરમજનક ! વિચારી ન શકાય તેવા ધૃણાસ્પદ ગુનાઓ બની રહ્યા છે ! દિલ્હીના પુરાના નંગલ ગામના શ્મશાન ઘાટ સામે 9 વરસની બાળા પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. 1 ઓગષ્ટ 2021ના રોજ, સાંજે પાંચ વાગ્યે, બાળા વોટર કૂલરનું ઠંડું પાણી લેવા શ્મશાન ઘાટમાં ગઈ હતી. તે સમયે બાળા ઉપર રેપ કરી, તેની હત્યા કરી નાખી ! લાશના બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા ! આ શ્મશાન ઘાટના પૂજારી પંડિત રાધેશ્યામે બાળાની માતાને બોલાવીને કહ્યું કે “વોટર કૂલરમાં પાણી પીતી વેળાએ તેને કરંટ લાગી જતા બાળા અવસાન થયેલ છે. પોલીસને જાણ કરશો તો પોસ્ટ મોર્ટમ થશે અને ડોક્ટર બાળાના અંગોની ચોરી કરી લેશે !” પૂજારીએ બાળાના માતા-પિતાની સહમતી મેળવ્યા વિના જ બાળાના શબની અંતિમ વિધિ કરી નાખી હતી. સવાલ એ છે કે બાળાની લાશ તેમના માતા-પિતાને કેમ ન આપી? પુરાવાનો નાશ કરવાના જ ઈરાદો ! આવું જ હાથરસ ગેંગરેપની વિક્ટિનની લાશ સાથે થયું હતું; પોલીસે જ મોડી રાતે અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હતા ! બાળા તેમના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી; માતા-પિતાને દીકરી છીનવાઈ જતાં એમના દુ:ખની કલ્પના થઈ શકે તેમ નથી !

આ પણ વાંચો : પુના : 16 કરોડનું ઈન્જેક્શન લગાવ્યાં પછી પણ વેદિકાનો જીવ ન બચી શક્યો

પોલીસે શરુઆતમાં બેદરકારીથી મૃત્યુ નિપજાવવું/પુરાવાનો નાશ કરવા અંગે FIR નોંધી હતી. બાળાનો પરિવાર કચરો વીણવાનું અને સફાઈનું કામ કરતો હતો. આજુબાજુના 200 જેટલા રહેવાસીઓએ ઊહાપોહ કરતા તથા સોશિયલ મીડિયામાં આલોચના થતા; પોલીસે પોક્સો એક્ટ; IPC કલમ-376/ 302/ 506/ 204 અને એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે પુજારી રાધેશ્યામ/સલીમ/લક્ષ્મીનારાયણ અને કુલદીપને એરેસ્ટ કરેલ છે. આજુબાજુના રહેવાસીઓ કહે છે કે શ્મશાન ઘાટમાં જુગાર રમાય છે/દારુ પીવાય છે/બાળકો પાસે માલિશ કરાવાય છે.

Delhi rape

આ કિસ્સો શું સૂચવે છે? [1] વિક્ટિમના પરિવારની મદદે આજુબાજુના રહીશો ન આવ્યા હોત; તેમજ સોશિયલ મીડિયામાં આલોચના ન થઈ હોત તો પોલીસ ભીનું સંકેલી દેત ! પોલીસનો/તંત્રનો આત્મા ત્યારે જ જાગે જ્યારે ઊહાપોહ થાય ! અન્યાયનો વિરોધ કરવાથી/આલોચના કરવાથી તંત્રને ઝૂકવું પડે છે ! [2] પીડિતાની લાશનો નિકાલ કરી દીધો એટલે ગેંગરેપના પુરાવાનો નાશ થઈ ગયો; રેપની ઘટના ઉપર પડદો પડી જશે; પરંતુ હત્યા માટે કોર્ટ સજા કરી શકે છે. લાશના બળજબરીથી અંતિમ સંસ્કાર કરવાનું કૃત્ય જ આરોપીઓને જેલમાં રાખશે. [3] સબળ પક્ષ, નબળા પક્ષને અન્યાય કરે છે/શોષણ કરે છે/બળાત્કાર કરે છે. સમાજમાં જે આર્થિક/સામાજિક પછાત છે તેમનો ભોગ લેવાય છે.rs

Leave a Reply

Your email address will not be published.