આખરે ગુજરાત સરકાર ફરી : ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટ બેઠકમાં લેવાયેલો નિર્ણય

ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી

આ પણ વાંચો – બળાત્કારી; પીડિતાના આત્માને મેલો કરી મૂકે છે !

પીએમ મોદીએ હાઈલેવલ બેઠકમાં જણાવ્યું હતુ કે, આપણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે સમજૂતિ ના કરી શકીએ. કોરોનાના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ના નાંખી શકાય. કોરોનાના કારણે ઉદ્દભવેલા અનિશ્ચિતતાના માહોલમાં તમામ પક્ષો સાથે વાટાઘાટો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે CBSEની પરીક્ષા નહીં યોજવામાં આવે. ત્યારે ગુજરાતના સીએમ વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાતમાં પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: