રાષ્ટ્રીય :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ, હાલ તો કોઈ પણ કંપનીને મંજૂરી આપવામાં આવી નથી પણ લોકોને ઘરે-ઘરે જઈને વૅક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે, તો પ્રથમ તબક્કામાં સરકારી નેટવર્કનો ઉપયોગ કરાશે એમ જાણવાં મળેલ છે. વધુ મળતી માહિતી પ્રમાણે અનેક ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેકસીન માટે પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં આ કંપનીઓએ ખાનગી કંપનીઓની વૅક્સિનથી લઈને સરકારી વૅક્સીનને લોકોના ઘરે જઈને લગાવવાની વાત કરી છે. જો કે આ માટે કંપનીઓએ પ્રતિ વ્યક્તિ 25 થી 37 રૂપિયા સુધી લેવાની રજુઆત સાથે સરકારમાં વાત મુકી છે.
દેશમાં હવે નવી વૅક્સિન સ્પૂતનિક-વીની આવી રહી છે. કેન્દ્ર સરકાર કેટલીક અન્ય વૅક્સિનને પણ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે એવા અહેવાલ છે. દેશની અનેક કંપનીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ઘરે-ઘરે જઈને એટલે કે ડોર સ્ટેપ વૅક્સિનેશન માટે સંપર્ક કર્યો છે. આગામી થોડા દિવસોમાં આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવી શકે એવી શક્યતા દેખાય રહી છે. હવે જોવાનું રહે છે કેન્દ્ર સરકાર આ બાબતે શું નિર્ણય કરે છે. હાલમાં દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસો સાથે વૅક્સિનેશનની પ્રક્રિયાએ પણ પુરઝડપે ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો કોરોના વિરોધી રસી લઈ ચૂક્યા છે . સ્પૂતનિક-વીને મંજૂરી મળવા સાથે જ લોકોને ઘરે-ઘરે જઈને વૅક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આશા રાખીએ કંઈ સારું પરીણામ ટૂંક સમયમાં મળે.