ભારતની કથળતી શૈક્ષણિક સ્થિતી : – જહાન્વી પરમાર

જહાન્વી પરમાર : કયૂએસ વલ્ડ રેન્કિંગમાં ટોચની ૨૦૦ વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર ત્રણ શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું. યુનિવર્સિટીઓના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો વધુ એકવખત કંગાળ દેખાવ. લિસ્ટમાં માત્ર અમેરિકાની જ ૧૭૬ યુનિવર્સિટીઓને સ્થાન. લિસ્ટમાં IIT Bombay ૧૭૭માં ક્રમે, IIT Delhi ૧૮૫માં ક્રમે, ઈંડિયન ઈન્સિટટયૂટ ઓફ સાયન્સ બેંગલુર ૧૮૬માં ક્રમે.છેલ્લા થોડા વર્ષોથી જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં અમેરિકા અને યુરોપને જોરદાર ટક્કર આપી રહ્યાં છે ત્યારે ભારતના વિશ્વવિદ્યાલયો વૈશ્વિક સ્તરનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નીવડી રહ્યાં છે. આવા સમયે શિક્ષણ વ્યવસ્થા પર અને આપણી શિક્ષણ પદ્ધતિ પર સવાલ ઉભા થાય જ, આપણે કેમ શિક્ષણની બાબતમાં આટલાં પાછળ છીએ એના કારણો અને જવાબ આપણે અને સરકારે શોધવાં જ પડશે. શિક્ષણ માંથી ભ્રષ્ટાચાર દુર કરવો પડશે તો‌ જ આપણે શિક્ષણને સાચી રીતે સારી પેઠે સમજી શકીશું. ભારતમાં ૨૦ લાખ મંદિરો, ૩ લાખ મસ્જિદોના દેશમાં યુનિવર્સિટીઓની આ કફોડી દશા છે. ભારતની યુનિવર્સિટીઓના નબળા પ્રદર્શનનું કારણ શિક્ષણના નબળા સ્તર ઉપરાંત એ પણ છે કે દુનિયાભરની યુનિવર્સિટીઓ વૈશ્વિકરણની દોટમાં ભારે તેજીથી આગળ વધી રહી છે જ્યારે આપણા વિશ્વવિદ્યાલયો પાછા પડી રહ્યાં છે.

આજે ગ્લોબાઇઝેશનના યુગમાં ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશોમાં જઇ રહ્યાં છે. ભારતમાંથી વિદેશમાં ભણવા જવા માટેના સ્ટુડંટ વિઝા અને પીઆર વીઝાની ડિમાન્ડ વધતી જાય છે. ત્યારે ભારતની નીતિ ભારતમાં વિદેશી વિધાર્થીઓની સંખ્યા પર ખૂબ નિયંત્રણ રાખે છે. આંતરરાષ્ટ્રીય અધ્યાપકોને પણ ભારતમાં લાંબા ગાળા માટે નિયુક્ત કરતી નથી. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સની જ વાત કરીએ તો આ વિશ્વસ્તરીય સંસ્થાની રેન્કિંગમાં જે પડતી થઇ છે તેના માટે જવાબદાર છે. સંશોધન માટે ફાળવવામાં આવતો અપૂરતો ફંડ. ભારતની સંસ્થાઓને એ વાતે અસંતોષ છે કે રિસર્ચ માટે સરકાર કે સંબંધિત સંસ્થાનો તરફથી આર્થિક સહાય આપવા માટેના પ્રયાસો સાવ સુસ્ત કહી શકાય એવા છે. આજે ભારતીય સમાજમાં શિક્ષણનું સ્તર ઘણું જ નીચું છે. આ સમાજ માટે શિક્ષણ સ્તર ઊંચે લઇ જવું ખૂબ જ જરૂરી બની ગયું છે.આપણા દેશમાં સારા વિદ્યાલય, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય ખૂબ જ ઓછાં છે. માત્ર આઇ.આઇ.ટી. અને નવોદય વિદ્યાલયોનું શિક્ષણસ્તર સારું છે. સારા શૈક્ષણિકસ્તર ધરાવતી શિક્ષણ સંસ્થાઓ વધે તે ખૂબ જ જરૂરી છે. જેમની ઉપલબ્ધિ ખૂબ હોય એવી સંસ્થાઓ બહુ ઓછી છે. જે સારી સંસ્થાઓ છે એ બધી પ્રાઈવેટ છે, એમાં ફી સામન્ય લોકોને પોસાઈ એમ નથી.

આ પણ વાંચો : ગાળો મહિલાને ઉદ્દેશીને કેમ?

તાજેતરના એક સર્વે અનુસાર અત્યારના જનરેશનમા એવી માન્યતા પ્રસરી રહિ છે જો સારા પૈસા કમાવવા હોય તો રાજકારણમાં જોડાઓ ભણતરની જરુર નથી. જ્યારે ફર્જિ ડિગ્રીની ખુબ બોલબાલા વધી ગઈ છે. પૈસા આપોને ફર્જિ ડિગ્રી લઈને જાઓ.ફરજી ડિગ્રીના આધારે કેટલા લોકો ફર્જિ ડોકટર, ફર્જિ વકિલ, ફર્જિ પીએચડી થઈ રહ્યા છે. આ ફર્જિ સેવકો આપણા સમાજ માટે ખૂબ જ હાનિકારક છે. ફર્જિ ડિગ્રીથી ડોકટર, વકિલ, શિક્ષણમંત્રી બનાતુ હોય તો ત્યાં મહેનત કરી ભણવાવાળોને કોઈ સ્થાન નથી. ભારતમાં શિક્ષણસ્તર પર ખૂબ કામ કરવાની જરુર છે. આજનું બાળક એ આપણા દેશનું કાલનું ભવિષ્ય છે.નબળી શૈક્ષણિક પધ્ધતિ અને ફરજી ડિગ્રીના આધારે આપણા દેશનું શૈક્ષણિકસ્તર પણ નબળું અને ફરજી બની રહ્યું છે.શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવા ખૂબ જરુરી છે. જયાં સુધી સરકાર દ્વારા યોગ્ય અને કડક પગલા લેવામાં નહિ આવે ત્યાં સુધી શૈક્ષણિક ક્ષેત્રે આપણે પછાત જ રહીશું.

– જહાન્વી પરમાર

Leave a Reply

%d bloggers like this: