ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી લોકડાઉન અમલમા, બધું રહેશે બંધ

આપને જણાવી દઈએ કે, ઓડિશામાં 30 એપ્રિલે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 8681 નવા કેસ સામે આવ્યા હતા. અને હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 4,54,607 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના 2054 નાગરિકોના મોત થઈ ચુકેલ છે. હાલ રાજ્યમાં 61,505 કોરોનાના એક્ટિવ કેસો છે, જ્યારે 3,91,048 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પણ હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

ઓડિશામાં દેશના અન્ય રાજ્યોની જેમ જ કોરોના ના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા પડોશી રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસો ઝડપથી વધી રહ્યાં છે. અહીં પણ લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. એવામાં ઓડિશાની સરકારે પણ અન્ય રાજ્યોથી આવનારા લોકોને ધ્યામાં રાખીને રાજ્યમાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યમાં આગામી 5મીં મેથી 19 મે સુધી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે

આખા દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. જેના કારણે સમગ્ર દેશની મુશ્કેલીમાં વધારો થતો ‌જોવા મળે છે. કોરોના સંક્રમિતોના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે, હોસ્પિટલોમાં દવા, ઑક્સિજન, બેડ, ઇન્જેક્શન, કે તાત્કાલિક સારવાર ન મળવાના કારણે દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. એવામાં કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે ઓડિશાની નવીન પટનાયક સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્યમાં 14 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

%d bloggers like this: