.
narmda Yuvan

આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

નર્મદા – કેવડિયા : ગોરા ગામ ના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં હતો, પરિવાર મા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત રોજ તારીખ ૨૨ / ૭ / ૨૦૨૦ ના રોજ કપાસ મા છાંટવાની દવા પી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યોં હતો. પણ જયારે પોલીસે તપાસ કરી તો પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. પ્રેમિકાએ લગ્નની ના પાડી તો પ્રેમીએ ગુસ્સામાં હું તારા વગર જીવી નહિ શકુ કહી ઝેરી દવા પીધી.

પણ વાત થઈ રહી છે કે, ગોરા ગામ ની જમીનો પર સ્ટેચ્યુ ઓફ યુનીટી સત્તામંડળ રચી ને હાલ ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેતી ની જમીનો જે વર્ષોથી જીવન ગુજારતાં આદિવાસી ઓને ખેતી કરવા દેવામાં આવતી નથી.. જાે ખેતી કરવા જાય તો પોલિસ કેસ કરવામાં આવે છે, તેમનાં ઓજારો જપ્ત કરવામાં આવે છે.જેથી હવે પોતાનો પરિવાર કેવી રીતે જીવશે તેવા ડર થી આદિવાસી યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં છે. યુવાન ની હાલત ગંભીર જાણતા ગુરુડેસ્વર હોસ્પિટલ થી બરોડા સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો.

Leave a Comment