.
ishwar manat

પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યારે કે કોઈ ફિલ્મ ચાલતી હોય, જો કોઈ મૃતક વ્યક્તિ ફરીથી જીવતો થાય તેવાં કિસ્સાઓ તમે ભાગ્યે જ સાંભળ્યા હશે અથવા તો ટીવી પર ફિલ્મ અને સીરીયલોમાં જોયા હશે, પણ અરવલ્લીમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મૃતક યુવાન અંતિમવિધિનાં પાંચ મહિના બાદ ઘરે પરત ફર્યો હતો. અને અહીં વધારે ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસે આ યુવાનનાં મોત બદલ તેનાં જ બે સગાં ભાઈઓને જેલભેગાં કરી દીધા છે.

ઘટના શું છે? – અરવલ્લીના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. અને તેમાં બે સગા ભાઈની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, પાંચ મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી છે. ખરેખર જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલ મૃતદેહ કોનો એ અંગે રહસ્ય છુપાયેલ જોવા મળ્યું ઠે. સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેવા કે, બંને ભાઈઓએ અન્ય યુવાનને મોત ને ઘાટ ઉતારી દીધો કે શું? મૃતકની પત્નીએ અને પરિવારજનોએ હાથ પર દોરેલ ટેટુ ના આધારે યુવક ઈશ્વર જ હોવાનું માની લઈ અંતિમક્રિયા પણ કરી દીધી તો પત્નીએ અને પરિવારજનોએ મૃતક યુવકનું મોઢું પણ જોયું નહિ હોય? મોટીમોરી નજીક થી બિનવારસી હાલતમાં મળેલ યુવકની લાશ કોની હતી અને કોણ ફેંકી ગયું….? ઈશ્વરના બંને ભાઈઓ હત્યા કબૂલવા તૈયાર કેમ થયા….!સહીત અનેક પ્રશ્નો પેદા થયા છે.૫ મહિના અગાઉ જેની હત્યા થઇ હતી તે યુવક જીવીત નીકળ્યો, હત્યારા ભાઈઓ જેલમાં, તો પરિવારે અંતિમક્રિયા કોની કરી…?.

aIshwar manvat

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અરવલ્લીના ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટલ હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલ લખાણ અને જમણા પગમાં સળીયો નાખેલ હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રાસતાપાલ ગામના ઈશ્વર મનાતનો હોવાનું સામે આવ્યું હતું. અને સમગ્ર બાબતે ઇસરી પોલીસે મૃતકના સગા ભાઈઓને હત્યાના આરોપી બનાવી મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમવિધિ કરી બંને સગા ભાઈઓને જેલમાં ધકેલી દઈ સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો. પરંતુ આ ઘટનાને પાંચ મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા અને સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો. પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું કબૂલ્યું હતું કે કેમ. હાલ તો મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છે. પાંચ મહિના ગુમ રહેવા મામલે ઈશ્વરે જણાવ્યું કે, હું મજૂરીકામ અર્થે જૂનાગઢ ગયો હતો અને લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. તો મારી જગ્યાએ મારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે અને ખોટી રીતે હત્યા કરી હોવાની કબૂલાત કરાવે છે. તો આ મામલે ઈશ્વરના ભાઈઓએ જણાવ્યું કે, પોલીસે ગાડીમાં લઈ જઈ માર મારી હત્યા કરી હોવાનું કબૂલવા મજબૂર કર્યા હતા. હવે આ મામલે ઈસરી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે, હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ કામગીરી પર ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે કેમ?

૫ મહિના અગાઉ સગ્ગા ભાઈઓના હાથે હત્યા થઈ હતી એ ઈશ્વર ખાતુભાઇ માનત નામનો યુવક જીવીત હાલતમાં ઘરે પરત ફરતા અનેક સવાલો પેદા થયા છે જેમાં ઈશ્વરની હત્યાંના આરોપસર મોડાસા સબજેલમાં સજા કાપી રહેલા પ્રકાશ ખાતું મનાત અને પારસ ખાતુભાઇ મનાત બંને એ પોતાના સગ્ગા ભાઈની હત્યાનો ગુન્હો કઈ રીતે કબુલ્યો?હાલ તો ઇસરી પોલીસે હત્યા થયેલ ઈશ્વર જીવિત હોવાનું બહાર આવતા નવેસરથી તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે હાલ ઈશ્વર ડુંગરપુર હોવાથી પોલીસ ડુંગરપુર જવા રવાના થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે..

ishari police

હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો હતો એની વિગત – મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલ ટેટુના આધારે મૃતક યુવક રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર ખાતુભાઇ મનાતની હોવાનું ખુલ્યું હતું. તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આગા-પાછી કરતા શરૂઆત થીજ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા આજ કડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માટે મહત્વની સાબિત થયી હતી અને યુવકની હત્યા કરનાર તેના જ બે સગ્ગા ભાઈઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, અરવલ્લી પોલીસતંત્રએ હત્યારાઓને શોધવા વિવિધ ટિમો બનાવી બાતમીદારો સાથે રાખી સઘન તપાસ હાથધરાતા મૃતક યુવકની હત્યા તેની માતાની અંતિમક્રિયામાં ન બોલાવતા થયેલી બબાલમાં તેના બે સગ્ગા ભાઈ પ્રકાશ અને પારસે બબાલ કરી પ્રકાશે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી બે દિવસ ઘરે મૂકી રાખ્યા પછી હત્યાનું પાપ છુપાવવા રાજસ્થાનને અડીને આવેલ મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ચાદર વીંટાળી બાઈક પર લઈ આવી નાખી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થતા બંને ભાઈઓને દબોચી લઈ સઘન પૂછપરછ કરતા તેમની માતાના અંતિમક્રિયાની ઈશ્વરને જાણ ન કરતા અને અગાઉ થયેલ ઘરકંકાસમાં હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરતા બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું હતું. રાજસ્થાનના ખરપાડા ગામમાં રહેતા ત્રણ ભાઈઓ માંથી ઈશ્વર ખાતુંભાઈ મનાત તેના ભાઈઓ સાથે ઘરકંકાસ થતા તેની સાસરીમાં રહેતો હતો ૧ ફેબ્રુઆરીએ તેની માતા હાજુંબેન માનસિક રીતે બીમાર હોવાથી અગમ્ય કારણોસર સળગી મરણ જતા તેના ભાઈ પ્રકાશ ખાતુભાઇ મનાત અને પારસ ખાતુભાઇ મનાતે ઈશ્વરભાઈને જાણ કર્યા વગર અંતિમક્રિયા કરી દેતા તેની માતાના મોતના સમાચાર મળતા તેના વતન ખરપાડા ઘરે પહોંચ્યો હતો અને તેના બંને ભાઈઓને ઠપકો આપતા ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને ભાઈઓએ માથાકૂટ કરતા ઈશ્વર સાથે મારઝૂડ કરી પ્રકાશે ઈશ્વરના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઈ ઈશ્વરની હત્યા કરી દીધી હતી અને માતાનું મરણ થયેલ હોવાથી લોકોની અવર-જવર રહેતા બે દિવસ ઘર નજીક ઢાળિયામાં ઈશ્વરની લાશને સંતાડી રાખી મોકો મળતા રાત્રીના સુમારે બંને ભાઈઓ ઈશ્વરની લાશને ચાદરમાં વીંટાળી બાઈક પર મૂકી મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ફેંકી દીધી હતી પરંતુ આખરે પાપ છાપરે ચઢીને પોકારે તેમ તેમના ભાઈની લાશને ઓળખવાની આનાકાની કરવાનું ભારે પડી ગયું હોય તેમ શંકાના દાયરામાં આવી જતા હત્યાનો ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી હતી.

Leave a Comment