.
Ahemdabad police

અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર પોલીસને પબ્લિકે પાઠ ભણાવ્યો – વીડીયો વાયરલ

લોકોમાં પોલીસ વિશે નેગેટીવ છાપ તો છે જ ને એક પછી એક વીડિયો વાયરલ થવાને કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે. પોલીસની છાપ સુધરવાને બદલે દિન પ્રતિદીન ખરાબ થઈ રહી છે.કાલે સાંજે આવો જ એક પોલીસનો વીડીઓ વાયરલ થયો હતો જેમાં દારુ પીધેલી હાલતમાં જોવા મળે છે અને ખાસ એજ જે સ્થાનિકો ધ્વારા આરોપ લાગવામાં આવ્યો છે કે પોલીસે આવીને માર્યાં…તો શું પોલીસને કોઈને પણ મારવાની સતા કોણે આપી છે ? આમ પોલીસ નિર્દોષને મારી કેવી રીતે શકે? કાયદો વ્યવસ્થા જાળવવા માટે લોકોને માર મારવો જરુરી છે. ખુદ પોલીસ કાયદાનુ પાલન ન કરતી હોય તો લોકોનું શું થશે એ ચિંતાનો વિષય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગૃહવિભાગે આ વિષયે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. પોલીસ ને જોઇને લોકો ડર ન અનુભવે પણ સલામતી અનુભવે એવી કાનૂન વ્યવસ્થા ક્યારે મળશે ????

ઘટના શું હતી :-
દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર પોલીસનો વીડિયો વાયરલ, ગુનો દાખલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસમાં કંટ્રોલને મેસેજ મળતા જ પહોંચેલા પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવેલા આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે દારૂ પીધેલી હાલતમાં સ્થળ પર આવીને લોકોને માર માર્યો છે. એટલું જ નહીં આ વીડિયોમાં પોલીસ હપ્તા લેવા માટે પણ અહીં આવતી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં વર્ષોથી દારૂ વેચાઇ રહ્યો છે અને પોલીસ હપ્તા લેવા માટે પણ આવે છે. આજે પોલીસ કર્મચારીએ લોકોને માર્યા કેમ? જોકે, આ વીડિયો બનાવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાકેશ તાવિયાડ લોકોની માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે..

Ahemdabad police

જોકે વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અંતે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો પોલીસકર્મી જ આ પ્રકારે દારૂ પીને ફરજ પર હાજર રહેશે તો દારૂબંધીનો અમલ કેવી રીતે થશે ? લોકોમા પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા પોલીસ કર્મીઓ છે કે જેણે પોલીસની છબી ન સુધારવાની જાણે કે હઠ પકડી હોય એવું લાગી રહ્યું છે..

Vodio –

અહીં રોજ દારુ વેચાય જ છે, અને તમે રોજ હપ્તો લઈ જ જાવ છો. તો પછી આજે પબ્લિક ને માર કેમ માર્યો?કન્ટોડીયા વાસ માં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના ભ્રષ્ટ પોલીસ નો પબ્લિકે કર્યો તમાશો.દારુ પીધેલી હાલત માં પોલીસ કર્મી લોકોને મારી રહ્યો હતો. વિડીયો બનાવવાનો ચાલુ કર્યો જાગૃત નાગરિકે તો બકરી ડબ્બામાં આવી ગઈ.

Posted by Arun Patel on Sunday, July 5, 2020

– નેલ્સન પરમાર

Leave a Comment