.
andhra pradesh

દારૂ ન મળતા સેનિટાઇઝર ગટગટાવ્યું 10ના લોકોના મોત

આંધ્ર પ્રદેશમાં – કથિત રીતે સેનિટાઇઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ વાતની જાનકારી પ્રકાશમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આપી હતી. કુરિચેડૂ મંડળના મુખ્યાલયની મુલાકાત માટે આવેલા એસપીએ જણાવ્યું કે મૃતક ઘણા દિવસોથી સેનિટાઇઝને પાણી અથવા અન્ય પેય પદાર્થમાં મિક્સ કરીને પી રહ્યા હતા. એસપીએ કહ્યું કે આ વાતની તપાસ કરવામાં આવી છે કે આ સેનિટાઇઝરમાં કોઇ અન્ય ઝેરી વસ્તુ મિક્સ કરીને પીવામાં તો આવતી નથી. એસપીએ જણાવ્યું કે તેમના પરિવારના લોકોનું કહેવું છે કે આ તમામ મૃતક ગત 10 દિવસોથી સેનિટાઇઝર પી રહ્યા હતા.

આંધ્રપ્રદેશમાં લોકો સોફ્ટ ડ્રિન્કમાં સેનિટાઇઝર ભેળવીને પીતા હતા. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ ગામમાં હેન્ડ સેનિટાઇઝર પીવાથી 10 લોકોના મોત થયા હતા. SP સિદ્ધાર્થ કૌશલે શુક્રવારે જણાવ્યું કે આ લોકો છેલ્લા અમુક દિવસોથી સોફ્ટ ડ્રિન્કમાં સેનિટાઇઝર મિક્સ કરીને પીતા હતા. લોકડાઉનમાં દારૂ ન મળવાના લીધે તેઓ આવું કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ લોકો છેલ્લા 10 દિવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા. ઘટના બાદ શહેરમાં વેચાઇ રહેલા સેનિટાઇઝરના સ્ટોકની પણ તપાસ કરવામા આવશે.

તમને જણાવી દઇએ કે જે વિસ્તારમાં આ ઘટના થઇ છે તે હાલ કંન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. અહીંયા કોરોના વાયરસના ઘણા દર્દી મળી આવ્યા છે. લોકડાઉનના લીધે વિસ્તારમાં દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂની લત હોવાથી સેનિટાઇઝર પી રહ્યા હતા કારણ કે તેમાં પણ આલ્કોહોલની માત્રા હોય છે. આ ગામમાં લોકડાઉનને કારણે દારૂની દુકાનોને બંધ કરી દેવામાં આવી હતી જેને પગલે દારૂની લત ધરાવતા લોકો કોરોના મહામારીમાં ઉપયોગી ગણાતા સેનિટાઇઝરને ગટગટાવવા લાગ્યા હતા. જોકે સૃથાનિક પોલીસ અિધકારીએ જણાવ્યું કે આ સેનિટાઇઝરમાં અન્ય કોઇ ઝેરીલો પદાર્થ ઉમેરવામાં આવ્યો છે કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા છીએ અને સેનિટાઇઝરને જપ્ત કરીને લેબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે લોકો સેનિટાઇઝર પીવાથી મોતને ભેટયા તેઓ દરરોજ નશો કરવાના આદી હતી અને કોરોના મહામારીને કારણે લોકડાઉન હોવાથી તેમને દારૂ ન મળ્યો તેથી તેઓ સેનિટાઇઝર પીવા મજબુર થયા હતા કેમ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. ભીક્ષુકો ઉપરાંત અન્ય જે લોકો મોતને ભેટયા છે તેઓમાં મોટા ભાગના રિક્ષા ચાલકો અને અતી ગરીબ પરિવારના હતા.

Leave a Comment