.
tiktok ban in india

નિષ્ણાતોને મતે Toktok ફરી ચાલુ થાય તેવી શકયતા – જાણો કેમ

લદ્દાખના ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલ હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. ભારતમાં ચીની માલસામાનનો ઉગ્ર બહિષ્કાર જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ભારત સરકારે પણ 59 ચીની એપ્સ પર બેન લગાવ્યો છે. ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ટિકટોકના સીઈઓએ ભારતમાં કર્મચારીઓને પત્ર લખ્યો છે..

tiktok new

કંપનીએ સરકારને ખાતરી આપવના પ્રયત્ન કર્યા – મેયરે પત્રમાં આગળ લખ્યું છે કે “અમારા યુઝર્સની ગુપ્તતા અને ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ, અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. અમે ભારતમાં ડેટા સેન્ટર બનાવવાની અમારી યોજનાઓની જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે ચીનના બંધારણમાં એવો કાયદો છે જેમાં ચીની સરકાર કોઈ પણ કંપની પાસેથી ડેટા માંગી શકે છે અને જો કંપની આ પ્રકારની માહિતી સરકારને ન આપે તો કાર્યવાહીની પણ જોગવાઈ છે. એવામાં જ્યારે ભારત અને ચીનના સંબંધો અત્યારે વણસી રહ્યા છે ત્યારે ચીન ભારતીય યુઝર્સની કોઈ માહિતીઓનો દુરુપયોગ ન કરે તે માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાનું તારણ છે. ટિકટોક કંપની દ્વારા સરકારને લખવામાં આવેલ પત્રમાં જે કબૂલાત કરવામાં આવી છે તે મુજબ ભારતીય યુઝર્સના ડેટા સિંગાપોરમાં સંગ્રહિત છે અને ભવિષ્યમાં કંપની ભારતમાં જ ડેટા સેન્ટર બનાવવાના વાયદા કરી રહી છે તો ભવિષ્યમાં એપ પરથી પ્રતિબંધ હટી શકે તેવી પણ શક્યતાઓ નિષ્ણાતોના મતે રહેલી છે..

tik-tok-ban-india

મીડિયા રિપોર્ટ મુજબ આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મને ભારતમાં દુર્ભાગ્યપૂર્ણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હોદ્દેદારો સાથે મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું,’જે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ટિકટોક પણ શામેલ છે.’ ભારતમાં ટિકટોકના 200 કરોડ યુઝર્સ છે. ભારતીય કાયદા હેઠળ ડેટાની ગોપનીયતા અને સુરક્ષા આવશ્યકતાઓનું પાલન કરવા માટે ટિકટોક હંમેશા પ્રતિબદ્ધ છે અને રહેશે. કોઈ પણ ભારતીય ટિકટોક યુઝરની કોઈ માહિતી વિદેશી સરકાર અથવા ચીની સરકારને આપવામાં આવી નથી. અમને સ્પષ્ટતા અને જવાબ માટે સંબંધિત સરકારી અધિકારીઓને મળવા આમંત્રણ અપાવામાં આવ્યું છે..

tiktok ban in india

કર્મચારીઓને ને મેસેજ – એક રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમય છે પરંતુ આ વચગાળાનો હુકમ અમલમાં ન આવે ત્યાં સુધી કંપની તેના ટિકટોક ક્રિએટર સમુદાયના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. મેયરે કહ્યું હતું કે ટિકટોકે દેશભરના લાખો કલાકારો, સ્ટોરીટેલર અને એજુકેટરને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે અને તે લોકોની કમાણીનું એક સાધન પણ બની ગયું છે. રિપોર્ટ મુજબ ટિકટોકના સીઈઓએ વધુમાં કહ્યું કે,‘અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી તાકાત છે અને તેમની ભલાઈ અમારી અગ્રતા છે. અમે 2,000થી વધુ મજબૂત કર્મચારીઓને ખાતરી આપી છે કે હકારાત્મક અનુભવો અને તકોને ફરી પુન:સ્થાપિત કરવા માટે અમે અમારા વતી બધું કરીશું..

tiktok ban in india

કંપનીના માલિકે સરકારને પત્ર લખીને આજીજી કરી છે. મેયરે કહ્યું કે “હું ખાતરી આપી શકું છું કે ભારતીય યુઝર્સના ટિકટોક ડેટા માટે ચીની સરકારે અમને ક્યારેય વિનંતી કરી નથી,” તેમણે કહ્યું ‘ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપુરમાં સર્વરમાં સંગ્રહિત છે. અને જો અમને ભવિષ્યમાં ક્યારેય આવી વિનંતી મળે, તો અમે તેનું પાલન કરીશું નહીં.” મીડિયામાં અહેવાલ મુજબ માનવામાં આવી રહ્યું છે કે સરકાર અને કંપની વચ્ચે બેઠક પણ થઇ શકે છે ત્યારે હાલ કંપની દ્વારા લખવામાં આવેલ આ પત્રની માહિતી સામે આવી રહી છે. ભારત અને ચીન વિવાદમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારત સરકાર અને સેના ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા કટિબદ્ધ છે. જેમાં ભારત સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ વિશ્વભરમાં તેની ચર્ચા થઇ રહી છે ત્યારે પ્રતિબંધ લાગ્યા બાદ ટિકટોક કંપનીએ સરકારને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને નિષ્ણાંતો માની રહ્યાં છે કે ટીકટોક ફરીથી શરૂ થઈ શકે છે.

Leave a Comment