.
ms dhoni

હેપી બર્થ ડે ધોની – આજે ૩૮મો જન્મ દિવસ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં રાંચીમાં થયો હતો. ક્રિકેટમાં પોતાની જબરદસ્ત સ્કિલ્સના કારણે એમએસ ધોનીએ વર્ષ 2004માં ભારતીય ક્રિકેટ ટીમને પોતાની જગ્યા બનાવી હતી, ખાલી એટલું ઞ નહી ધોનીએ યુવા હૈયામાં પણ પોતાની આગવી છાપ બનાવી હતી, હેલિકોપ્ટર શોર્ટથી એ ફેમસ હતાં.
Mahendra Singh dhoni-birthday
મહેન્દ્ર સિંહ ધોનીએ ક્યારે પાછું વળીને જોયું નથી. પોતાના નામે અનેક કામીયાબીઓ જોડતા ગયા હતા. ધોનીએ પોતાની ક્રિકેટ કરિયરમાં પુરા 14-15 વર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આજે ભારત જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાં એક માનવામાં આવે છે. જેમણે બેટથી લઈને કપ્તાની અને વિકેટકિપિંગમાં પોતાનો કમાલ બતાવ્યો હતો..
dhoni
ICCની ત્રણે ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના આખા કરિયરમાં કેપ્ટન તરીકે અનેક કીર્તિઓ સ્થાપી હતી. ધોનીએ ભારત અને પોતાની આગેવાનીમાં જબરદસ્ત કામીયાબી અપાવી છે. જેમાં ધોની કેપ્ટન તરીકે એવું કરી ગયા કે વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ કેપ્ટન ન કરી શક્યા. એમએસ ધોનીએ પોતાની કપ્તાનીમાં આઈસીસીની ત્રણે પ્રતિષ્ઠીત ટ્રોફી અપાવી છે. જેમાં વર્ષ 2007માં વિશ્વ ટી 20નો ખિતાબ જીતાડ્યો, જ્યારે 2011માં આસીસી ક્રિકેટ વિશ્વ કપ પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતના નામે કરાવ્યો. અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીને જીતીને પહેલા કેપ્ટન બની ગયા જેમણે ત્રણે ટ્રોફીઓ પોતાના નામે કરી છે

Leave a Comment