.
Pi Rathwa

અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કરફ્યુ સમયે ખોટી રીતે બહાર ફરતા લોકો સામે ગુનો દાખલ કરવો. પીઆઈ રાઠવાએ એ જ સુચનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો. રાઠવાએ ગાડી રોકી ત્યારે અંદર બેઠેલા કલોલ મંદિરના સાધુઓએ હોસ્પિટલથી આવતા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસે હોસ્પિટલની ફાઇલ માગવામાં આવી જે રજુ કરી શક્યા ન હોતા. આથી રાઠવાએ કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. જો કે સમગ્ર મામલે રાઠવાનું વર્તન ખરાબ હોવાનો ઓડિયો સામે આવ્યાનું ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે. આ ઓડિયોમાં પીઆઈ રાઠવા બોલી રહ્યા છે કે નહીં તે હજુ સ્પષ્ટ કર્યા વગર તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે..

pi ja rathwa

ગુજરાતમાં સામાન્ય માણસ કરફ્યુ સમયે પકડાય તો તેની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કલોલ મંદીરના સંતની ગાડી પકડાય અને ગુનો દાખલ ના થાય માત્ર દંડ લઈ છોડી દેવામાં આવે છે. બીજા દિવસે ગાડી રોકનાર પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવે છે. પોલીસનું મોરલ ડાઉન કરતી કાર્યવાહી પીઆઈ રાઠવા વિરુદ્ધ થયાની ચર્ચા ઉઠી છે. પોતાની વાતને વાચા આપવા પોલીસ કર્મચારીઓએ પોતાના વ્હોટસ એપ ડીપીમાં પીઆઈ રાઠવાનો ફોટો મુક્યો છે. જોકે, આ મામલે પીઆઇ રાઠવા સામે ઇન્કવાયરી સોંપાઈ છે. એસીપી કક્ષાના અધિકારી આ મામલે તપાસ કરશે અને હકીકત સામે લાવશે.

વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કરફ્યુ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જો કે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી.પોલીસ વિભાગમાં અનેક વાર એવુ જોવા મળતું હોય છે કે, કોઈ અધિકારીની બદલી થાય અને પોલીસ વિભાગ તેમના સમર્થનમાં આવી જાય. આ વખતે પણ એવું જ થયું છે, વાડજ પીઆઇ રાઠવાની પોલિટિકલી બદલી થઈ કે તેમના વર્તનના આધારે તેમની બદલી થઈ તે કોઈ જાણતું નથી. પણ માત્ર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. વાડજ પીઆઇ જીગ્નેશ રાઠવાની અચાનક બદલી બાદ હવે શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓ પોતાના વોટ્સએપ ડીપી અને સ્ટેટ્સમાં પીઆઇ રાઠવાના ફોટો મૂકી આઈ સપોર્ટ યુ તેવું લખાણ લખી રહ્યા છે. આ સાથે તેઓને સમર્થન આપી તેમની બદલીનો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ નું કહેવું છે કે, પીઆઇ રાઠવાએ આ સંતોના ચેલાઓને પટ્ટે પટ્ટે માર્યા અને ‘આદિવાસી સંત તો હું જ છું’ તેવું ઉદબોધન કર્યું હોવાની ઓડિયો ક્લીપ સામે આવતા આ કાર્યવાહી કરાઈ છે. જોકે, હકીકત શું છે તે તો એસીપીને સોંપાયેલી તપાસમાં જ સામે આવશે.

Leave a Comment