.
gujarat high court

ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે

આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી અને હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરૂદ્ધ અરજી થઈ હતી. આ ફરિયાદમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને આજે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સરકાર શાળા સંચાલકો પર જોહુકમી ન કરી શકે. આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા..

gujarat eduction

કોર્ટે સરકારના હુકમને ગેરવ્યાજબી ઠેરવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસુલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.સરકારના પરિપત્ર સામે થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. જે દરમ્યાન કોર્ટે જણાવ્યું કે સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો પરંતુ શાળા સંચાલકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા.

Leave a Comment