.
Chandrika solanki

વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હોવા છતાં દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ અને વડોદરાની મુલાકાત લેવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે કૈલાશનાથન અને સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિ પણ હાજર રહેશે. એને લઈને આશા વર્કર, આંગણવાડી બહેનોના હક માટે લડતાં ચંદ્રિકા સોલંકીને ડીટેન કર્યાં છે. ત્યાંરે ચંદ્રિકાબેને સોશીયલ મીડીયા પર પોસ્ટ લખી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ચંદ્રિકા સોલંકી – આજે વડોદરા મા માનનીય મુખ્ય મંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્ય મંત્રી શ્રી આવવાના હોવાથી મને ડિટેઇન કરવામાં આવેલ છે. લોકશાહી નાં લીરે લીરા. લ્યો અમારે સાહેબ આવે એટલે ઘર ની બહાર પણ નહીં નીકળવાનું?
માનનીય સાહેબ શ્રી આવી રહ્યા છે તો અમે તો કઈ કહેવા આવીએ તો મળતા જ નથી ને.. પોલીસ ને આગળ ધરી દેય. ગાંધીનગરમાં 1/8/2018 નાં ગેર બંધારણીય ઠરાવ બાબતમાં મળવા આવ્યા પણ એમાંય આગળ પોલીસ ધરી દીધી. આજે બરોડા માં પણ આજ કર્યું..આ તાનાશાહી સરકારમાં સાહેબ સુધી કોઈ અમારો સંદેશો પહોંચાડયો કે સાહેબ આપ વડોદરા માં કોરોના સમીક્ષા કરવા આવ્યા છો તો જરા કોરોના મહામારી માં સલામતી નાં સાધનો નાં અભાવ મા વૈતરા કરનાર આશા વર્કર આશા ફેસીલીટેટર બહેનો ને એક ફદીયુ પણ મળતું નથી એની ખબર છે તમને? વડોદરા ની આશા વર્કર બહેનો તેમજ તેમજ phw નાં યુવાનો કોન્ટ્રાકટ પર કામ કરનાર મહિલાઓ યુવાઓ ની પણ આર્થિક હાલત ની સમીક્ષા કરતા તો જજો? કોરોના મહામારી ના પાયા નાં કોરોના વોરિયર્સ આશા વર્કર બહેનો નાં હાલ ચાલ પૂછતાં જજો કે બહેનો તમારા ઘર માં બે ટાઈમ નાં રોટલા બને છે કે નઈ? હદ કરી હવે તો. આ શોષણ બંધ કરો. અને સમ્માન જનક વેતન ચૂકવો
બીજું એ કહેવાનું સાહેબ કે અલકાપુરી ખાતે ઓવર બ્રિજ બનવાથી આપણા ભારત ભાગ્ય વિધાતા ડૉ બાબા સાહેબ નાં સ્ટેચ્યુ નીચે બ્રીજ આવે છે જેથી 15 ફુટ આગળ લાવવાની બાંહેધરી સ્થળ ઉપર માનનીય મૅયર સાહેબ અને डेप्युटी મૅયર સાહેબે સમીક્ષા કરી ને આપી હતી. પણ હવે મૅયર મૅડમ ફરી ગયા અને સ્ટેચ્યુ માટે ખૂણા. જગ્યા ફાળવી જે અમને કોઈ કાળે મંજુર નથી જેથી આપણા મહામાનવ નાં વિશાળ લોકપ્રિય સ્ટેચ્યુ ને સન્માન પૂર્વક ગરિમા જળવાય એ રીતે આગળ મુકવામાં આવે.
વડોદરા આવ્યા છો તો જરા સંજય નગર નાં હજારો લોકો ને બિલ્ડર લોકો ને કોર્પોરેશન ની મીલીભગત થી કરોડપતિ બનાવવાની લાય માં બે ઘર કરી દીધા છે. જરા એમાના હાલ ચાલ પૂછતાં જજો અને જલ્દી થી એમને છત મળી જાય એ બાબતે જરા બિલ્ડરો અને સંબંધિત લોકો નાં કાન મરોડતા જજો આ સિવાય વડોદરામાં ગંદું પાણી, ઠેર ઠેર સ્લમ વિસ્તાર માં ગંદકી નાં ઢગલા, પાણી નો કકરાટ, સયાજી હોસ્પિટલ ની બેદરકારી, ત્યાં પણ પારાવાર ગંદકી, સામાન્ય ગરીબ પ્રજા ની દવાખાના માં લાચાર હાલત, જેવા અનેક પ્રશ્નો છે. પણ કોણ એને સોલ કરે.
આવેદન પત્રો આપીએ પણ એતો અભરાઈએ ચઢી જાય અથવા डस्टबीन માં નાખી દેવાના.. કઈ જણાવવા માગીએ તો આવી રીતે ડિટેઇન કરી દેવાના? આ જુવો મારા ફ્લેટ નીચે પણ સાદા ડ્રેસમાં તૈનાત..

Posted by Chandrika Solanki on Wednesday, July 29, 2020

Leave a Comment