.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે અને તેઓ ડોનેટ પણ કરી રહ્યાં છે. આખરે શું છે આ થેરાપી, જેનાથી કોરોના દર્દીઓની સારવારમાં આશા જન્મી છે? પ્લાઝમા થેરાપીમાં કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકોના લોહીમાંથી પ્લાઝમા નીકાળીને અન્ય સંક્રમિત દર્દીઓને ચઢાવવામાં આવે છે. વાસ્તવમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા વ્યક્તિના શરીરમાં આ વાઈરસ વિરૂદ્ધ પ્રતિકારક ક્ષમતા બની જાય છે અને સ્વસ્થ થયા બાદ તેને પ્લાઝમા તરીકે કોઈ સંક્રમિત વ્યક્તિને આપવામાં આવી શકે છે. જેથી તેના શરીરમાં પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધવા લાગે..

plazma doner

આ પ્લાઝ્મા ટ્રિટમેન્ટનું ઈલાજ નવો નથી. તે આશરે 130 વર્ષ જીનો એટલે કે 1890ની આસપાસ શોધાયેલી ઈલાજ પદ્ધતી છે. આ થેરાપી જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહ્નિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ પારીતોષિતથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જે દવાના ક્ષેત્રે સૌથી પહેલું નોબેલ હતું.

વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે. જો શરૂર પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે છે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ એન્ટીબોડી પ્લાઝ્મા સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરી શકાય છે. પ્લાઝ્મા આપણા લોહીના પીળા તરલનો ભાગ હોય છે, જેના દ્વારા સેલ્સ અને પ્રોટીન શરીરની વિભિન્ન કોશિકાઓ સુધી પહોંચે છે. તમે એમ સમજી લો કે આપણા શરીરમાં જે ઉપલબ્ધ હોય છે તેના 55 ટકાથી વધુ ભાગ પ્લાઝ્માનો જ હોય છે. પ્લાઝમા વિશે આ જાણવું યોગ્ય રહેશે કે જો કોઇ વ્યક્તિ કોઇ બિમારીથી સાજો થાય છે અને પોતાના પ્લાઝ્મા ડોનેટ કરે છે, તો તેનાથી ડોનેટ કરનાર વ્યક્તિને કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી. કોઇ પ્રકારની કોઇ નબળાઇ આવતી નથી. તેમાં જે લોકો પોતાના પ્લાઝ્મા ડોનેટ કરે છે, તેના પ્લાઝ્માને બીજા દર્દી પાસેથી ટ્રાંસફ્યૂઝનના માધ્યમથી ઇંજેક્ટ કરીને સારવાર કરવામાં આવે છે. આ ટેક્નિકમાં એંટીબોડીનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઇપણ વ્યક્તિની બોડીમાં કોઇ વાયરસ અથવા બેક્ટેરિયા વિરૂદ્ધ બનાવે છે. આ એન્ટીબોડીને દર્દીના શરીરમાં નાખવામાં આવે છે. એવામાં એક મેથડ જે વ્યક્તિને ઠીક થાય છે, ઠીક તે મેથડ દર્દી પર કાર્ય કરે છે અને બીજા દર્દી પણ સાજા થવા લાગે છે.

કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી શું છે? – જ્યારે નોવેલ કોરોનાવાયરસ જેવા રોગ પેદા કરતા (પેથોજન) નો ચેપ લાગે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબૉડીઝ પેદા કરે છે. આ એન્ટીબૉડીઝ પોલિસના કૂતરાની જેમ શરીરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચીને હુમલો કરનાર વાયરસની ઓળખ કરીને પકડી પાડે છે, જ્યારે લોહીના શ્વેતકણો હુમલાખોર વાયયરસને નાબૂદ કરીને ચેપ દૂર કરે છે. જે રીતે લોહી ચડાવવામાં બને છે તેમ સાજા થયેલા દર્દીના શરીરમાં ફેલાઈને એન્ટીબૉડીઝ મેળવે છે અને તેને બિમાર વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે. એન્ટીબૉડીની સહાય વડે રોગ પ્રતિકાર પદ્ધતિ વાયરસનો મજબૂત સામનો કરે છે.

સારવાર કેવી રીતે આપવામાં આવે છે ? – કોરોનાવાયરસની બિમારીમાંથી સાજા થયેલી વ્યક્તિનું લોહી મેળવવામાં આવે છે. આ લોહીમાંથી વાયરસને નિષ્ક્રિય કરી દે તેવાં એન્ટીબોડીઝ ધરાવતા પ્રવાહીને અલગ કરીને તેની ચકાસણી કરવામાં આવે છે. ચેપી રોગમાંથી સાજી થયેલી વ્યક્તિના લોહીમાંથી અને ખાસ કરીને (ચેપ પેદા કરતા ) પેથોજનનો સામનો કરી શકે તેવા એન્ટીબૉડીઝ પ્રચૂર માત્રામાં ધરાવતો હોય તેવા દર્દીના લોહીમાંથી અલગ કરીને મેળવવામાં આવેલા આ પ્રવાહી (સીરમ)ને કોનવેલસેન્ટ સિરમ તરીકે ઓળખવામાં આવે છે. બિમાર વ્યક્તિમાં આડકતરી રીતે (પેસીવ) પ્રતિકાર શક્તિ પેદા થાય છે. ઇન્ડિયા સાયન્સ વાયર સાથેની વાતચીતમાં ડૉ. કિશોર જણાવે છે કે બિમાર વ્યક્તિને બ્લડ સિરમ મેળવીને આપવામાં આવે તે પહેલાં સંભવિત રક્તદાતાની તપાસ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો સાજી થયેલી વ્યક્તિનો સ્વેબ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ તથા સંભવિત રકત દાતા સાજો થયેલો જાહેર કરાવો જોઈએ. સાજી થયેલી વ્યક્તિએ તે પછી બે સપ્તાહ સુધી રાહ જોવાની રહે છે અથવા તો 28 દિવસ સુધી સંભવિત દાતામાં રોગનાં કોઈ ચિન્હો દેખાવા જોઈએ નહી આ બંને બાબતો ફરજીયાત છે..

Pankaj Dhameliya

સુરતના લોકો પ્લાઝા ડોનેટ કરવા માંગતાં હોય તો સંપર્ક કરો – સુરતના યુવાન પંકજ ધામેલિયાનો કોરોના રિપોટ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પોઝિટીવ આવ્યો હતો. સારવાર બાદ કોરોનાને હરાવી ને પંકજ ધામેલિયા પ્લાઝમાં ડોનેટ કરવા સિવિલ હોસ્પિટલ પહોંચી જાય છે જ્યાં પ્રથમ દિવસે સારો અનુભવ થતો નથી અનેતેઓ પ્લાઝમાં ડોનેટ કરી શકતા નથી. આમ છતાં પંકજ ધામેલિયા હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખે છે અને 19 તારીખે તેમના બધારિપોટ કરાવતાં IGG રિપોટ પોઝિટીવ આવત્ તેમને પ્લાઝમાં ડોનર તરીકે એપ્રુલ મળી જાય છે . 19 તારીખે જ તેઓ પોતાનું પ્લાઝમાં ડોનેટ કરે છે.

સંપર્ક – પંકજ ધામેલીયા
9909578795

Leave a Comment