.

આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા ( DGP ) નિયુક્ત કરાયા

અમદાવાદ – ગુજરાતનાં હાલનાં ડીજીપી શિવાનંદ ઝા સેવાનિવૃત થયા છે. અને તેઓ રિટાયર થતાં તેમનાં સ્થાને હાલાનાં પોલીસ કમિશનર આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા નિયુક્ત કરાયા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આશિયા ભાટિયાના નામની ઘોષણા કરી હતી. આશિષ ભાટિયા ગુજરાતનાં 38મા ડીજીપી બન્યા છે. પોલીસ ભવન ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે સિનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. આશિષ ભાટિયા 7.15 કલાકે પોતાનો ચાર્જ સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2018માં મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી.

આશિષ ભાટિયા કોણ છે ? –1985ની બેચના IPS અધિકારી અન્ય બંને અધિકારીઓ કરતા જુનિયર હોવા છતાં DGPની રેસમાં આગળ હતા. કારણ કે બીજા બંને અધિકારીઓ અત્યારે કેન્દ્રીય સ્તરે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેઓ સરકારની ગુડ બુકમાં હોવાનું કહેવાય છે. તેઓ મે 2022 સુધી DGની પોસ્ટ ઉપર રહેશે. અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા. આ સિવાય આશિષ ભાટિયા ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચુક્યા છે. આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા. છે. ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે.

શિવાનંદ ઝા કોણ છે. – રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Comment